શપથવિધિ / જવાહર ચાવડાએ કેબિનેટ પ્રધાન તો યોગેશ પટેલ અને હકુભાએ રાજ્યકક્ષાના પ્રધાન તરીકે શપથ લીધા

Mar 09,2019 4:18 PM IST

ગાંધીનગર: રાજભવન ખાતે જવાહર ચાવડા, યોગેશ પટેલ અને ધર્મેન્દ્રસિંહ જાડેજાની શપથવિધિ યોજાઈ હતી. રાજ્યપાલ ઓ.પી. કોહલીએ ત્રણેય ધારાસભ્યોને મંત્રીપદના શપથ લેવડાવ્યા હતા. જવાહર ચાવડાએ કેબિનેટ પ્રધાન તરીકે શપથ લીધા. જ્યારે યોગેશ પટેલ અને ધર્મેન્દ્રસિંહ જાડેજાએ રાજ્યકક્ષાના પ્રધાન તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. આ શપથવિધિ કાર્યક્રમમાં મુખ્યપ્રધાન અને મંત્રીમંડળના સભ્યો પણ હાજર રહ્યાં હતાં.