લોકસભા / જૂનાગઢ બેઠક બચાવવા મોદી, શાહ પછી રૂપાણી મેદાનમાં, કોંગ્રેસે હાર્દિકને ઉતાર્યો

Apr 16,2019 2:45 PM IST

રાજકોટ: જૂનાગઢ બેઠક હાથમાંથી સરકી રહી હોવાનો ભય જાણે ભાજપમાં હોય તેમ એક પછી એક ભાજપના દિગ્ગજોને ઉતારી રહી છે. મોદી, અમિત શાહ બાદ વિજય રૂપાણી આજે જૂનાગઢ બેઠકના ઉમેદવારને જીતાડવા મેદાને ઉતર્યા છે. રૂપાણીની આજે એક જ દિવસમાં જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં પાંચ સભા છે. જ્યારે કોંગ્રેસે સ્ટાર પ્રચારક હાર્દિક પટેલને મેદાને ઉતાર્યો છે. હાર્દિકની કેશોદ, ઉપલેટા, ભાયાવદર અને ધોરાજીમાં છે.