બનાસકાંઠા: સિગારેટ ફૂંકી ગીત પર જામ પી બેઠાબેઠા ડાન્સ કરતી મહિલાના વીડિયો વાઈરલ

Dec 08,2019 11:57 PM IST

પાલનપુર: બનાસકાંઠામાં બે વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયા છે. બંને વીડિયોમાં દેખાતી મહિલા એક જ હોવાનું માનવામાં આવે છે. બંને વીડિયોમાં ગીત અલગ છે પરંતુ મહિલા દારૂ સાથે દેખાય છે એકમાં તો તે જામ પીતી હોય તેવું લાગે છે. જો કે, આ વીડિયો ક્યાંનો છે તે બહાર આવ્યું નથી. બે વીડિયોમાં મહેફિલ વાઈરલ વીડિયો પૈકીના એક વીડિયોમાં સિગારેટ ફૂંકતી મહિલા હાથમાં છે વિસ્કીને આંખોમાં પાણી ગીત પર એક્ટિંગ કરતી દેખાય છે. સાથે સાથે તે ડાન્સ પણ કરતી અને સોંગ ગાતી દેખાય છે. તેમાં જ વ્હિકીની બોટલ બતાવે છે સિગારેટના કસ ખેંચીને ઘૂમાડા છોડે છે. જ્યારે અન્ય 5-52 મિનિટના વીડિયોમાં ચશ્મા સાથેની તે જ મહિલા સિગારેટના કસ ખેંચીને ઘૂમાડા ઉડાડે છે અને વિદેશી દારૂની બોટલ અને બીયરની ટીન સાથે દેખાય છે તેમજ તે જામ પીતી દેખાય છે. જો કે આ મહિલા બનાસકાંઠાના જ કોઈ વિસ્તારની છે કે અન્યત્રની તેની જાણ થઈ નથી. આ મામલે પોલીસમાં પણ કોઈ ફરિયાદ નથી. છેલ્લા કેટલાક દિવસથી આ દારૂ અને સિગારેટની મહેફિલ માણતી મહિલાના વીડિયો વિવિધ ગ્રૂપમાં ફરી રહ્યા છે.