નવસારીમાં પ્રેમિકાની મોટી બહેને પ્રેમીને જાહેરમાં ફટકાર્યાનો વીડિયો વાઈરલ

Oct 21,2019 3:13 PM IST

સુરતઃનવસારીના જ્યુબિલી ગાર્ડનમાં એક યુવકને યુવતિએ જાહેરમાં માર માર્યાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. કથિત રીતે પ્રેમિકાને માર મરાતા તેની મોટી બહેને પ્રેમીને જાહેરમાં તમાચા અને પટ્ટાવડે માર મારી વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાઈરલ કર્યો હોવાનું સામે આવી રહ્યું છે. આ વીડિયોમાં વિજલપોર નગર પાલિકાના નગરસેવકના નામનો ઉલ્લેખ થતો હોય પોલીસમાં ફરિયાદ નોંધાય તેવી શક્યતા સુત્રો દ્વારા સેવવામાં આવી રહી છે.