Zomatoના ડિલિવરી બોયે ગ્રાહકોના પાર્સલને ખોલીને ટેસથી ખાધું ને ફરી કર્યું પેક ,વીડિયો વાઈરલ

Dec 11,2018 1:46 PM IST

ઓનલાઈન ફૂ઼ડ ઓર્ડરિંગ એન્ડ રેસ્ટોરાં પ્લેટફોર્મ Zomato વિવાદોમાં ઘેરાઈ ગઈ છે. કંપનીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ વિવાદમાં ઘેરાઈ છે. આ વીડિયોમાં Zomatoનો ડિલિવરી બોય ગ્રાહકોએ મંગાવેલા ખાવામાંથી પહેલા પોતે ખાઈ રહ્યો છે અને ત્યારબાદ તેને એવી જ રીતે પેક કરી રહ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો પર ગ્રાહકો ગુસ્સો ઠાલવી રહ્યા છે. 2 મિનિટના વીડિયોમાં દેખાઈ રહેલા વ્યક્તિએ Zomatoનો ડ્રેસ પહેરેલો છે. બાદમાં આ વીડિયો પર જવાબ આપતા Zomatoએ એક બ્લોગ પોસ્ટ લખી છે. તેમાં કંપનીનું કહેવું છે કે, તે તેને લઈને આંતરિક તપાસ કરી રહી છે. આ સિવાય કંપનીનું કહેવું છે કે, તે તેના પાર્ટનર્સના ડિલિવરી બોય્સને આ વિશે શિક્ષિત કરશે.