અકસ્માત / વેરાવળઃ કારચાલકે બે રાહદારીઓને હવામાં ઉલાળ્યા, સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ

Mar 14,2019 2:37 PM IST

વીડિયો ડેસ્કઃ વેરાવળના મુખ્ય બજાર એવાં સટા બજારમાં રાત્રિના 11 કલાકે એક કારચાલકે બે રાહદારીઓને ઉલાળ્યા હતા. બે રાહદારીઓને ઉલાળ્યા બાદ કાર સીધી જ્વેલર્સના શો રૂમમાં ઘૂસી ગઈ હતી. અકસ્માત બાદ કારચાલક કાર મૂકીને ફરાર થઈ ગયો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.