મેઘ મહેર / મધુબન ડેમનો ધસમસતો પ્રવાહ, જીવને જોખમમાં મૂકી લોકો સેલ્ફી લઈ રહ્યા છે

Jul 08,2019 1:17 PM IST

સુરતઃ વલસાડ જિલ્લામાં પહેલાં ભારે વરસાદના પગલે મધુબન ડેમમાં 6 દરવાજા ખોલવામાં આવ્યા છે. જેને લઈને દમણગંગા નદીમાં પૂરની સ્થિતિ ઉદભવી છે. બીજી તરફ મધુબન ડેમ નજીક પહોંચી લોકો સેલ્ફી લઈ રહ્યા છે. વલસાડ જિલ્લામાં અષાઢી મેઘ ગર્જનાએ જિલ્લાના તમામ તાલુકાને ઢંઢોળી ધમરોળી મૂક્યા છે. ભારે વરસાદના પગલે મધુબન ડેમના 6 દરવાજા ખોલવામાં આવ્યા હતાં. જેના કારણે દમણગંગા વિયર છલકાયો હતો. એક બાજુ મધુબન ડેમનો ધસમસતો પ્રવાહ અને બીજી બાજી જીવને જોખમમાં મૂકી સેલ્ફી લેતા લોકો નજરે પડ્યા હતા. મધુબન ડેમમાંથી દોઢ લાખ ક્યુસેક જેટલું પાણી છોડાઈ રહ્યું છે. જેથી તંત્રએ નદી કિનારે નહીં જવાની ચેતવણી આપી છે. તેમ છતાં તંત્રની ચેતવણીની અવગણના થઈ રહી છે.