- Home
- Gujarati Videos
- News
- Vadodara: Youth congress tried to burn statue of Bhupendrasinh Chudasama
વડોદરાઃ શિક્ષણમંત્રીનું પૂતળુ બાળવાનો યુથ કોંગ્રેસનો પ્રયાસ, 5ની અટકાયત
વડોદરાઃ રાજ્યના શિક્ષણમંત્રીની બેવડી નીતીના વિરોધમાં વડોદરા યુથ કોંગ્રેસના કાર્યકરોએ શિક્ષણમંત્રીનું પૂતળુ બાળવાનો પ્રયાસ કર્યો હતો. જો કે પોલીસે ઘટના સ્થળે પહોંચીને પાંચ જેટલા યુવા કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી હતી. ફી નિયમનનો લલચામણો કાયદો બનાવ્યા બાદ રાજ્ય સરકાર શાળા સંચાલકોની દલાલ બનીને વાલીઓને છેતરી રહી છે. તેવા આક્ષેપ સાથે વડોદરા યુથ કોંગ્રેસના કાર્યકરોએ વડોદરાના ડેરીડેન સર્કલ ખાતે દેખાવો યોજ્યા હતા. આ સમયે કાર્યકરોએ રાજ્ય સરકાર અને શિક્ષણમંત્રી સામે સુત્રોચ્ચારો કર્યા હતા. ત્યારબાદ શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચૂડાસમાનું પૂતળુ બાળવાનો પ્રયાસ કર્યો હતો.