વડોદરાઃ પેન્શન લેવા હોસ્પિટલમાંથી આવેલાં વૃધ્ધને બેંક બહાર રિક્ષામાં 2 કલાક સુધી બેસાડી રખાયા / વડોદરાઃ પેન્શન લેવા હોસ્પિટલમાંથી આવેલા વૃદ્ધને બેંક બહાર રિક્ષામાં 2 કલાક સુધી બેસાડી રાખ્યા

Jul 26,2018 12:36 PM IST

વડોદરાઃ શહેરના માંજલપુર વિસ્તારમાં લાલબાગ પાસે આવેલી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા શાખાના અધિકારીઓએ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા પેન્શનરને દસ્તાવેજો ઉપર સહીં કરવા હોસ્પિટલમાંથી બોલાવ્યા હતા. એતો ઠીક હોસ્પિટલમાંથી સીધા સહીં કરવા માટે પત્નીને લઇ રિક્સામાં આવેલા વૃધ્ધને બેંકના ઓફિસરે બેંકની બહાર બે કલાક સુધી બેસાડી રાખ્યાં હોવાનો એક કિસ્સો સોશિયલ મીડિયા દ્વારા પ્રકાશમાં આવ્યો છે.