નુકસાન / લોન્ચિંગ પહેલાં જ અપકમિંગ મહિન્દ્રા સ્કોર્પિયોમાં ભયાનક આગ લાગી, ટેસ્ટિંગ મોડલ બળીને ખાખ થઈ ગયું

Nov 17,2019 7:27 PM IST

મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા તેનાં લોકપ્રિય SUV મોડલ મહિન્દ્રા સ્કોર્પિયોના નવાં ફેસલિફ્ટ વર્ઝનને લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. પરંતુ લોન્ચિંગ પહેલાં જ આ અપકમિંગ મહિન્દ્રા સ્કોર્પિયોમાં ભયાનક આગ લાગી ગઈ અને રસ્તા પર આ ગાડી બળીને ખાખ થઈ ગઈ. છેલ્લાં ઘણા સમયથી દેશના વિવિધ રાજ્યોમાં આ મોડલનું ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. પરંતુ તાજેતરમાં એક જગ્યાએ ટેસ્ટિંગ દરમિયાન આ ગાડી આગમાં ભડથું થઈ ગઈ. જો કે, આ દુર્ઘટનામાં કોઇ જાનહાનિ નથી થઈ. આ ટેસ્ટિંગ મોડલમાં આગ કેવી રીતે લાગી તેનું કારણ હજી જાણી નથી શકાયું. પરંતુ અનુમાન લગાવાઈ રહ્યું છે કે, ગાડીના એન્જિનમાં શોર્ટ સર્કિટ અથવા કોઈ કોમ્પોનન્ટમાં ખામીના કારણે આગ લાગી છે.