સાબરકાંઠા / ઈડરના રાણી તળાવમાં અજાણી મહિલાની લાશ મળી, તળાવની પાળે કપડાંની થેલી પડી હતી

Nov 07,2019 5:53 PM IST

ઈડર: શહેરના રાણી તળાવમાં આજે એક અજાણી મહિલાની તરતી હાલતમાં લાશ મળી હતી. ઊંધી હાલતમાં દેખાતી મહિલાની લાશને પગલે ઈડર પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને બહાર કઢાવીને પીએમ માટે ખસેડી હતી. મહિલાની લાશ મળવાની ઘટનાને પગલે તળાવ પાસે હાઈવે પર પસાર થતાં લોકો વાહનો ઊભા રાખીને ટોળે વળ્યા હતા. તળાવની પાળે મહિલાની કપડાંની થેલી મળી આવી હતી. હજુ સુધી મહિલાની ઓળખ થઈ શકી નથી.