હીટ & રન / ડીસા: શ્વાનોને રોટલા ખવડાવવા જતા વૃદ્ધાને અજાણ્યા વાહન ઉલાળતાં મોત

Jun 09,2019 6:08 PM IST

ડીસા: વિશ્વકર્મા મંદિર સામે શ્વાનોને રોટલીઓ ખવડાવવા નીકળેલા વૃદ્ધાને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા ગંભીર હદે ઘવાઈ ગયા હતા. હીટ એન્ડ રનના બનાવ બાદ વૃદ્ધાને 108માં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા પરંતુ ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કરતાં પરિવારજનોએ કલ્પાંત કર્યો હતો.બનાવ અંગે ડીસા ઉત્તર પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે. ડીસાની એસ.બી.આઈ બેંકના પૂર્વ બ્રાન્ચ મેનેજર કેતનભાઈ પી.ઠાકર તેમના પત્ની અને પરિવાર સાથે વિશ્વકર્મા સોસાયટીમાં રહે છે, ત્યારે શનિવારે રાતે તેમના પત્ની લીલાબેન ઠાકર નિત્યક્રમ અનુસાર શ્વાનોને રોટલી ખવડાવવા ગયા હતા.