પેરિસ / યૂનેસ્કોમાં અયોધ્યા-કાશ્મીર મુદ્દો ઉઠાવવા પર ભારતે પાકને ઉધડું લીધું

Nov 14,2019 2:45 PM IST

કાશ્મીર અને અયોધ્યાનો મુદ્દો ઉઠાવવા પર યૂનેસ્કોમાં ભારતે પાકિસ્તાનને કરારો જવાબ આપ્યો હતો. ભારતે પાકિસ્તાનની ટીકા કરતા કહ્યું હતું કે પાકિસ્તાન અવાર નવાર અમારા આંતરીક મામલાઓમાં દખલગીરી કરે છે, જે તેની માનસિક બીમારી છે. અને આ ભારત બિલકુલ ચલાવી નહીં લે, ભારતે પાકિસ્તાનને આતંકવાદ મુદ્દે પણ લતાડ્યું હતું.