આતંકી / જૈશ-એ-મોહમ્મદ ચીફ મસૂદની ખતરનાક આતંકી સફર

May 01,2019 4:39 PM IST

આતંકવાદ વિરૂદ્ધ લડાઇ લડતા ભારતને આજે મોટી જીત મળી છે. એક લાંબી ચર્ચા બાદ સંયુક્ત રાષ્ટ્રની સિક્યોરિટી કાઉન્સિલ જૈશ-એ-મોહમ્મદના ચીફ મસૂદ અઝહરને ગ્લોબલ આતંકી જાહેર કરી શકે છે. અત્યાર સુધી ચીન આ મુદ્દે વીટો લગાવતું રહ્યું છે, પરંતુ હવે આતંરરાષ્ટ્રીય દબાણના કારણે ચીન પોતાના વીટોને હટાવવા તૈયાર થઇ ગયું છે. ડિપ્લોમેટિક રીતે ભારત માટે આ જીત ઐતિહાસિક પણ છે. કારણ કે, આવું પહેલીવાર થઇ રહ્યું છે જ્યારે કોઇ આતંકીને જમ્મુ-કાશ્મીરમાં કોઇ હુમલા માટે જવાબદાર ગણીને ગ્લોબલ આતંકી જાહેર કરવામાં આવશે. અત્યાર સુધી ભારતના જે દુશ્મનોને ગ્લોબલ આતંકી બનાવવામાં આવ્યા, તેમાં લશ્કર-એ-તૌયબાના ચીફ હાફિઝ સઇદ સામેલ છે. હાફિઝ સામે જમ્મુ-કાશ્મીરમાં નહીં મુંબઇમાં હુમલો કરવાનો આરોપ છે. પરંતુ મસૂદ અઝહરનો કેસ આનાથી અલગ છે.