ભાગેડુ માલ્યા ભારત પરત ફરશે, લંડનની કોર્ટે પ્રત્યર્પણની મંજૂરી આપી

Dec 10,2018 8:15 PM IST

નવી દિલ્હી/યુકેઃ લંડનની વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટે ભાગેડુ વિજય માલ્યાના પ્રત્યાર્પણને મંજૂરી આપી દીધી છે. હવે તેને ભારત પરત લાવવામાં આવશે. આ પહેલાં માલ્યાએ કહ્યું હતું કે તે બેંકોના પૈસા પરત આપવા માટે તૈયાર છે. કોર્ટમાં જતા પહેલાં માલ્યાએ કહ્યું કે તેને સેટલમેન્ટ માટેની રજૂઆત કરી હતી. મિશેલના સવાલ પર માલ્યાએ કહ્યું હતું કે તેના પ્રત્યાર્પણનું આ કેસ સાથે કોઈ લેવા દેવા નથી. માલ્યાએ વધુમાં કહ્યું કે- પહેલાં તે સ્પષ્ટ કરી દઉં કે મેં પૈસા ચોર્યાં નથી. મેં કિંગફિશર એરલાયન્સને બચાવવા માટે 4 હજાર કરોડ રૂપિયા તેમાં લગાવ્યા હતા.