• Home
  • Gujarati Videos
  • News
  • Uddhav Thackeray arrives in Ayodhya, along with Shiv Sena MPs, will visit Ramlala; Another visit in last 7 month

ઉત્તરપ્રદેશ / ઉદ્ધવ ઠાકરેએ મોદી સરકાર સમક્ષ રામ મંદિર બનાવવાની માગ કરી

Jun 16,2019 1:38 PM IST

અયોધ્યાઃ ઉદ્ધવ ઠાકરેની સાથે મહારાષ્ટ્ર શિવસેનાના 18 સાંસદોએ રામલલાના દર્શન કર્યા. તેમના પુત્ર આદિત્ય ઠાકરે પણ સાથે રહ્યાં. ઉદ્ધવ સાત મહિનામાં બીજી વખત અયોધ્યા આવ્યાં છે. આ દરમિયાન ઉદ્ધવે વડાપ્રધાન મોદી સમક્ષ જલદીથી રામ મંદિર બનાવવાની માગ કરી છે. ઉદ્ધવે કહ્યું કે રામ મંદિર શિવસેના જ નહીં, પરંતુ દેશના હિંદુઓની આસ્થાનો પ્રશ્ન છે. ઉદ્ધવે મોદી પર વિશ્વાસ વ્યક્ત કરતાં કહ્યું કે હવે મંદિર નિર્માણમાં મોડું થાય તેવી કોઈ જ શક્યતા નથી. તેઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે સંસદના મોનસૂન સત્રમાં સકારાત્મક પરિણામ મળશે.