• Home
  • Gujarati Videos
  • News
  • Uddhav can prove a vote of confidence tomorrow, CM takes over Metro shed after taking office

મુંબઈ / ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકેનું પદ સંભાળ્યું

Nov 29,2019 8:02 PM IST

ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકેનું પદ સંભાળી લીધુ . ત્યારબાદ તેમણે જણાવ્યું હતું કે આરે કોલોનીમાં મેટ્રો શેડનું કામ અટકાવવામાં આવ્યું છે. રાજ્યમાં એક-એક પૈસાનો હિસાબ રાખવામાં આવશે. દિલીપ પાટીલની નવા પ્રોટેમ સ્પીકર તરીકે નિમણૂક કરવામાં આવી છે. તેમણે શનિવારે વિધાનસભાનું ખાસ સત્ર બોલાવ્યું છે. ઉદ્ધવ ઠાકરે આ દિવસે જ વિશ્વાસ મત સાબિત કરે તેવી શક્યતા છે. ઉદ્ધવે કહ્યું હતું કે હું પ્રથમ વખત મંત્રાલયમાં ગયો છું. જ્યાં મે સચિવો સાથે મુલાકાત કરી હતી અને એક-બીજા વિશે જાણકારી મેળવી હતી. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે મે અધિકારીઓને આદેશ આપ્યો છે કે કરદાતાઓના નાણાંનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે.