રાજકોટ / આજી ડેમ પોલીસસ્ટેશન પર પથ્થર ઝીંકાયો, લાઠીચાર્જ: નગરસેવિકા સહિત બે ઘવાયા

Apr 27,2019 10:21 AM IST

રાજકોટ: આજી ડેમ પોલીસ સ્ટેશન વિસ્તારની યુવતીના અપહરણ મામલે શુક્રવારે રાત્રે રજૂઆત કરવા ગયેલા ટોળાંમાંથી કોઈએ પથ્થર ફેંકતા મામલો તંગ બન્યો હતો. ટોળાંને વિખેરવા પોલીસે લાઠીચાર્જ કરતા નાસભાગ મચી ગઈ હતી. યુવતીના અપહરણ મામલે આજી ડેમ પોલીસ સ્ટેશનનો સ્ટાફ આરોપીને ઊઠાવી લાવ્યો હતો અને આરોપીની પૂછપરછ ચાલુ હતી ત્યારે કેટલાક લોકો ટોળાં સ્વરૂપે પોલીસ સ્ટેશન ધસી આવ્યા હતા. ટોળામાંથી કોઈ એક શખ્સે પોલીસ સ્ટેશન પર પથ્થરનો ઘા કરતા મામલો તંગ બન્યો હતો.