ભરૂચ નજીક નેશનલ હાઇવે નં-48 ઉપર અજાણ્યા વાહનની ટક્કરે 2 પદયાત્રીના મોત

Oct 31,2019 2:42 PM IST

ભરૂચ: નેશનલ હાઇવે નં-48 ઉપર પાલેજ નજીક વરેડિયા ગામ પાસે અજાણ્યા વાહનની ટક્કરે બે પદયાત્રીઓના મોત નીપજ્યા છે. જ્યારે એક પદયાત્રી ઇજાગ્રસ્ત થયો છે. જેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતાં જ પાલેજ પોલીસ સ્થળ પર દોડી ગઇ છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. પાલેજ નજીક વરેડિયા ગામ પાસે આજે વહેલી સવારે સુરતથી ભાવનગર તરફ પદયાત્રીઓ જઇ રહ્યા હતા. આ સમયે અજાણ્યા વાહન ચાલકે 3 પદયાત્રીઓ અડફેટે લીધા હતા. જેમાં 2 પદયાત્રીઓના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે એક પદયાત્રી ઇજાગ્રસ્ત થયો હતો. પદયાત્રીઓને અડફેટે લીધા બાદ વાહન ચાલક ત્યાંથી ફરાર થઇ ગયો હતો. પાલેજ પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.