રાજકોટમાં યુવાને અને જેતપુરમાં વૃદ્ધે તપેલું પહેરી બાઇક પર સવારી કરી

Sep 16,2019 3:54 PM IST

રાજકોટ: આજથી હેલ્મેટનો કાયદો લાગુ પડ્યો છે. ત્યારે રાજ્યમાં ક્યાંક વિરોધ પણ થઇ રહ્યો છે. લોકોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે. હેલ્મેટના વિરોધમાં રાજકોટમાં યુવાને અને જેતપુરમાં વૃદ્ધે હેલ્મેટના બદલે માથા પર તપેલું પહેરી બાઇક પર સવારી કરી વિરોધ દર્શાવ્યો હતો. રાજકોટમાં કેકેવી હોલથી ક્રિસ્ટલ મોલ સુધી કાલાવડ રોડ પર એક બાઇક સવાર યુવાને માથા પર તપેલું પહેરી નીકળ્યો હતો. હેલેમેટની કડક અમલવારી વચ્ચે માથે તપેલું પહેરી નીકળ્યો હતો.