હિંમતનગર-અમદાવાદ હાઇવે પર કાર અને ટ્રક વચ્ચે અકસ્માત, દંપતીનું મોત

Oct 13,2019 4:54 AM IST

પ્રાતિંજ: પ્રાંતિજ નજીક નેશનલ હાઇવે પર ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં કામ અર્થે રાજકોટ જતાં દંપતીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ટ્રકની ભયાનક ટક્કરથી કારમાં સવાર પતિ-પત્નીનું મોત થયું હતું. સાબરકાંઠા પોલીસે અકસ્માતમાં ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.