રિપોર્ટ / તુર્કીએ સિરીયામાં એરસ્ટ્રાઇક કરી, અમેરિકાએ કહ્યું અમે મંજૂરી નથી આપી

Oct 10,2019 5:00 PM IST

બુધવારથી તુર્કી મિલિટરીના વિમાનોએ ધણધણાટી બોલાવીને સિરીયામાં બોમ્બ ફેંકવાનું શરુ કરી દીધું છે. તુર્કીના રાષ્ટ્રપતિ એર્ડોગનનું કહેવું છે કે આ ઓપરેશનનો ઉદ્દેશ્ય કુર્દીશ નેતાગીરી હસ્તકની સેનાઓને બોર્ડરમાંથી ખસેડીને ત્યાં સેફ ઝોન બનાવવાનો છે જેથી લાખોની સંખ્યામાં સિરીયાના શરણાર્થીઓ ત્યાં પાછા ફરી શકે.