• Home
  • Gujarati Videos
  • News
  • Trump celebrates Diwali at the Oval House; Greetings to Hindu, Jain, Sikh and Buddhist followers

અમેરિકા / ટ્રમ્પે ઓવલ હાઉસમાં દિવાળી મનાવી,હિન્દુ, જૈન, શીખ અને બૌદ્ધ અનુયાયીઓને શુભેચ્છા પાઠવી

Oct 26,2019 3:53 PM IST

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે હિન્દુઓ, જૈન, સિખ અને બૌદ્ધ ધર્મના અનુયાયીઓને દિવાળીની શુભેચ્છા આપી છે. તેમણે કહ્યું છે કે, આ તહેવાર જણાવે છે કે, અમેરિકામાં ધાર્મિક આઝાદી છે. આ જ આ દેશના સિદ્ધાંત છે. આ પહેલાં ટ્રમ્પે ઓવલ ઓફિસમાં બારતીય-અમેરિકન ગ્રૂપ સાથે દિવાળીની ઉજવણી કરી હતી. જોકે અહીં મીડિયાને પ્રવેશ આપવામાં આવ્યો નહતો. ટ્રમ્પે કહ્યું- મારું પ્રશાસન નક્કી કરશે કે અમારા બંધારણ પ્રમાણે દરેક ધર્મના લોકોના ધાર્મિક અધિકારીનો રક્ષા થાય. દિવાળીમાં હું અને મારી પત્ની મેલાનિયા તમને દરેકને પ્રકાશના આ પર્વની શુભેચ્છા પાઠવીએ છીએ.