ચોટીલા: NH પર અકસ્માતમાં ટ્રક ફરી વળતાં કારનો બુકડો, 2નાં મોત

Aug 26,2018 5:37 PM IST

ચોટીલા: રાજકોટ અમદાવાદ નેશનલ હાઈવે પર ગોઝારો અકસ્માત સર્જાયો હતો. ટ્રકે કારને અડફેટે લીધી હતી અને કાર પર ટ્રક ફરી વળતાં બુકડો બોલી ગઈ હતી. કારમાં સવાર 2 વ્યક્તિના ઘટનાસ્થળે મોત નીપજ્યાં હતાં. જ્યારે 3 વ્યક્તિને ગંભીર ઈજા પહોંચતા સારવારાર્થે ખસેડવામાં આવ્યા હતા. નેશનલ હાઈવે પર ચોટીલા પાસે વિચિત્ર અકસ્માતનો બનાવ બનતાં ચોટીલાવાસીઓ દોડી ગયા હતા. ઈજાગ્રસ્તોની ચિચિયારીથી વાતાવરણ ગૂંજી ઊઠ્યું હતું. ત્યારે લોકો મદદે આવ્યા હતા અને ઈજાગ્રસ્તોને બહાર કાઢીને સારવાર માટે ખસેડ્યા હતા.