જામનગર: ભૂ-માફિયા જયેશના અમદાવાદમાં જલસા, CCTV સામે આવ્યા

Feb 23,2017 8:25 PM IST

જામનગર જિલ્લા જેલમાં રહેલા ભૂ- માફિયા જયેશ પટેલે પોલીસ જાપ્તામાં હોવા છતાં સુખ-સગવડો મેળવી હોવાના CCTV ફૂટેજ સામે આવ્યાં છે. પોલીસ જાપ્તા સાથે અમદાવાદની અતિથિ હોટલમાં જમવા ગયેલ જયેશની ઓડી કારના સીસીટીવી પણ પોલીસે જપ્ત કર્યા છે. એટલું જ નહીં, જમીને જયેશ પટેલ અને તેના સાગરીત શોપિંગ મોલમાં ગયા હતા.. ત્યારબાદ જેલમાં રહેવાના બદલે જયેશ બોપલ ખાતે આવેલા એક ફ્લેટમાં ગયો હતો. તેમજ મસાજ પાર્લરમાં વાળ કાળા કરવા પણ ગયો હતો. CCTV ફૂટેજનાં આધારે પોલીસે આ કેસના સહ આરોપી જશપાલસિંહનો જેલમાંથી કબ્જો મેળવી રિમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરી છે.