સુરત / ઓનલાઈન વેચાણની સરકારની નીતિના વિરોધમાં વેપારીઓના ધરણાં

Nov 20,2019 6:31 PM IST

સુરતઃઈ-કોમર્સ વેબસાઈટને પ્રોત્સાહન મળે તેવી સરકારની એફડીઆઈ નિતિના કારણે વિદેશથી મોટા પ્રમાણમાં રોકાણ તેમાં થઈ રહ્યું છે. જેના કારણે નાના રિટેઈલર્સનું સ્થાન ખરીદ-વેચાણ બજારમાં જોખમાય રહ્યું છે. ત્યારે કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ(સીએઆઈટી) દ્વારા ઈ-કોમર્સ પ્લેટફોર્મની વેચાણ નિતિના વિરોધમાં આજે બુધવારે ચોક ગાંધી પ્રતિમા ખાતે વિરોધ પ્રર્દશન કરવામાં આવ્યું હતું.