દિવાળીના તહેવારોમાં કચ્છના માંડવી બીચ પર પ્રવાસીઓ ઉમટ્યા, મંદિરોમાં પણ ધસારો

Nov 01,2019 5:12 PM IST

અમદાવાદ: દિવાળીના વેકેશનમાં દેશભરમાંથી લોકો ગુજરાતી ફરવા માટે આવતા હોય છે. ત્યારે આ વર્ષે મોટાભાગના ગુજરાતીઓ પણ દિવાળીનું વેકેશન ગુજરાતમાં જ મનાવી રહ્યાં છે. આ વર્ષે સૌરાષ્ટ્ર અને કચ્છમાં સૌથી વધુ પ્રવાસીઓ ઉમટી પડ્યા છે. ત્યારે કચ્છના માંડવી બીચ અને મંદિરોમાં પણ પ્રવાસીઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને કચ્છના માંડવી બીચ, ધ્રબુડી, રાવળપીર દાદાનું મંદિર, ગોધરા, સોનલધામ કાઠડા, ડોણ સહિતના મંદિરોમાં મોટા સખ્યામાં પ્રવાસીઓએ દર્શન કર્યા હતા.