નર્મદા નદીની આરતી ઉતારી નરેન્દ્ર મોદીએ દેશને સમર્પિત કર્યો ડેમ

Sep 17,2017 12:06 PM IST

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનાને આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે રાષ્ટ્રને સમર્પિત કરી હતી. 100થી વધારે ભૂદેવો હાજર રહી શાસ્ત્રોક્ત વિધિથી પૂજન અને મહાઆરતી કરી હતી. વિધિ કરીને મોદીએ નર્મદા ડેમને રાષ્ટ્રને સમર્પિત કર્યો હતો. આ પ્રંસગે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી, જળસંશાધન મંત્રી નિતિન ગડકરી સહિતના મહેમાનો હાજર રહ્યા હતાં. વડાપ્રધાન સાધુબેટ ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીની કામગીરીનું પણ નિરિક્ષણ કરશે. ખરાબ વાતાવરણને કારણે નરેન્દ્ર મોદીએ બે કાર્યક્રમ રદ્દ કર્યા હતાં. જેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના બદલે હવે સીધો ડભોઇ જવા રવાના થયા છે. આજે અચાનક ખરાબ હવામાનના કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હેલિકોપ્ટરનું ડભોઈમાં ઈમર્જન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. જ્યાંથી મોદી રોડ મારફતે કેવડિયા પહોંચ્યા હતાં. જ્યારે નરેન્દ્ર મોદીના આગમન પહેલા જ કેવડિયામાં વરસાદ શરૂ થયો હતો.