સીસીટીવી / વાવોલની SBI બેંકમાં ત્રણ બુકાનીધારીનો લૂંટનો પ્રયાસ, એક રાઉન્ડ ફાયરિંગ કર્યું

Mar 12,2019 7:39 PM IST

ગાંધીનગર: વાવોલ ગામમાં આવેલા એસબીઆઈ બેંકમાં લૂંટનો પ્રયાસ થયો છે. આજે (મંગળવાર) બપોરે ત્રણ બુકાનીધારી શખ્સોએ બેંકમાં ઘુસી એક રાઉન્ડ ફાયરિંગ કરી લૂંટનો પ્રયાસ કર્યો હતો. જોકે મેનેજરની સતર્કતાથી લૂંટ થઇ શકી ન હતી. ત્યારબાદ ત્રણેય લૂંટારુઓ ફરાર થઈ ગયા હતા. આ અંગે જાણ થતા સેક્ટર 7 પોલીસે ઘટનાસ્થળે પહોંચી હતી અને સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે.