માલપુરમાં કોઝવે પાર કરતા 3 બાઈક સવારો તણાયા, સ્થાનિકોએ બચાવ્યા

Sep 11,2019 4:05 PM IST

માલપુર: બાઈક સવાર ત્રણ યુવકોએ કોઝવે પરથી પસાર થતા પાણીમાં બાઈક સાથે તણાતા સ્થાનિક લોકોએ દોડી જઈ બચાવી લીધા હતા આ ઘટના અંગેનો વીડિયો વાઈરલ થતા કોઝવેના કિનારે ઉભેલા લોકો ગાડી ઉડી ગઈ તણાઈ પકડો ની બૂમો મારતા સ્પષ્ટ સાંભળી રહ્યા છે. અરવલ્લી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થતા જળાશયો અને નદી-નાળા બે કાંઠે વહી રહ્યા છે. માલપુર પંથકમાં ૩ ઇંચ વરસાદ ખાબતા કોઝવે પર પાણી ફરી વળતા અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા હતા. ગોરીયા ગામ નજીક આવેલા કોઝવે પર પાણી ફરી વળતા વાહનવ્યવહાર થંભ્યો હતો.