મુંબઈ / ઉદ્ધવ ઠાકરેએ કહ્યું- જો સાવરકર દેશના પહેલા પ્રધાનમંત્રી હોત તો પાકિસ્તાનનો જન્મ ન થાત

Sep 18,2019 11:19 AM IST

શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ મંગળવારે મુંબઈમાં વિનાયક દામોદર સાવરકરને ભારત રત્ન આપવાની માંગ કરી છે. તેઓએ કહ્યું કે જો તેઓ દેશના પ્રથમ પ્રધાનમંત્રી હોત તો પાકિસ્તાન ક્યારેય અસ્તિત્વમાં આવત જ નહીં.આ ઉપરાંત તેમણે રાહુલ ગાંધી મણિશંકર અય્યર પર નિશાન સાધ્યું હતું.તેમણે મણિશંકર પર નિશાન સાધતા કહ્યું કે મણિશંકર અય્યરને જોડાથી મારો.તો રાહુલને પણ બેવકૂફ ગણાવ્યા હતા.મુંબઈમાં વિર સાવરકરના એક પુસ્તકના વિમોચન પ્રસંગે આમ કહ્યું હતું.