પ્રિમિયર / ‘ધ સ્કાય ઈઝ પિંક’ના પ્રિમિયરમાં ફરહાન આવ્યો ગર્લફ્રેન્ડ સાથે

Oct 11,2019 10:07 AM IST

મુંબઈમાં પ્રિયંકા ચોપડા અને ફરહાન અખ્તર અભિનિત ફિલ્મ ધ સ્કાય ઈઝ પિંકના પ્રિમિયરનું આયોજન થયું હતું. આ ફિલ્મના સ્ક્રિનિંગ સમયે તેના ડિરેક્ટરથી લઈને અનેક બોલિવૂડ સેલેબ્સે હાજરી આપી હતી. ફિલ્મ સાથે જોડાયેલા શોનાલી બોઝ, ફરહાન અખ્તર અને રોહિત શરાફે અનેક સેલિબ્રીટીઝની સાથે આ ફિલ્મ માણી હતી. આ બધામાં ફરહાન અખ્તર પણ તેની ગર્લફ્રેન્ડ શિબાની દાંડેકર સાથે જોવા મળ્યો હતો. ઝોયા અખ્તર, સ્વરા ભાસ્કર અને વિદ્યા બાલન પણ સ્પોટ થય હતાં.