• Home
  • Gujarati Videos
  • News
  • The only option to save grandparents from Corona, Israel's Defense Minister shares with Emotional Insight

કોરોનાથી દાદા-દાદીને બચાવવાનો એક જ વિકલ્પ, ઈઝરાયેલના ડિફેન્સ મિનિસ્ટરે શૅર કરી ઈમોશનલ ઈન્સાઈટ

Mar 24,2020 6:46 PM IST

વીડિયો ડેસ્કઃ સમગ્ર વિશ્વ અત્યારે કોરોનાવાઈરસની ઝપેટમાં છે. ત્યારે ઈઝરાયેલના ડિફેન્સ મિનિસ્ટર નફ્તાલી બેનેટે પોતાને ત્યાંની એક સરસ ઈન્સાઈટ શૅર કરી છે. એ વાત એટલે વૃદ્ધ લોકોને યુવાન લોકોથી અલગ રાખવા. કારણ કે કોરોના યુવાનો કરતાં વૃદ્ધો માટે ક્યાંય વધુ જીવલેણ નીવડે છે. તેઓ કહે છે કે, દાદા-દાદીની સંભાળ રાખો પણ એમનાંથી દૂર રહીને. બેનેટે ત્યાં સુધી કહ્યું કે, દાદા-દાદીને હાલ રૂમમાં રાખો, તમે પણ અંદર ન જાઓ. એમની આ વાત જનરલ સોશિયલ ડિસ્ટન્સિંગ, કોરોનાવાઈરસનાં ટેસ્ટિંગ અને બીજી કોઈપણ બાબત જેટલી જ મહત્ત્વની છે..આપણે ત્યાં પણ આ વાત અત્યંત ઈમ્પોર્ટન્ટ છે. એટલે જ જાણીતા સિનિયર સાઈકોલોજિસ્ટ ડૉ. પ્રશાંત ભીમાણીએ દિવ્ય ભાસ્કરના માધ્યમથી આ વાત શૅર કરી છે.