સુરત / હેલમેટ વગર જતી મોપેડ સવાર મહિલાઓને અટકાવાતા પોલીસ સાથે ઝપાઝપી કરી

Nov 26,2019 6:21 PM IST

સુરતઃટ્રાફિકના નવા કાયદા આવ્યા બાદ પોલીસ અને લોકો વચ્ચે સંઘર્ષના બનાવો વધવા પામ્યા છે. જેમાં ચોપાટી પાસે ટ્રાફિક પોઈન્ટ પરથી મોપેડ પર પસાર થતી બે મહિલાઓને અટકાવવામાં આવી હતી. હેલમેટ વગર જતી મહિલાઓ પાસેથી ગાડીના જૂરૂરી દસ્તાવેજો ન મળી આવતાં પોલીસે દંડની કાર્યવાહી હાથ ધરી હતી. આ દરમિયાન મહિલાઓએ ફોન કરીને પોતાના સંબંધીઓને બોલાવી લઈ પોલીસને ગાળો આપવાની સાથે સાથે જાહેરમાં ઝપાઝપી કરતાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.