ઉદ્ઘાટન / લખનઉ-દિલ્હીની વચ્ચે પ્રથમ પ્રાઈવેટ ટ્રેન તેજસ શરૂ કરાઈ

Oct 04,2019 4:02 PM IST

દેશની પ્રથમ પ્રાઈવેટ ટ્રેન તેજસ એક્સપ્રેસને શુક્રવારે સવારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચાર બાગ જંક્શન પરથી લીલી ઝંડી બતાવીને રવાના કરી છે. આ ટ્રેન સપ્તાહમાં 6 દિવસ લખનઉથી દિલ્હીની વચ્ચે ચાલશે. મુસાફરી 10 મિનિટમાં પુરી કરશે. આ પ્રસંગે યોગીએ કહ્યું નવરાત્રિમાં દેશની પ્રથમ પ્રાઈવેટ ટ્રેનની શરૂઆત થઈ છે. હું વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને આઈઆરસીટીસીની સમગ્ર ટીમનો આભાર માનો છું. આ ટ્રેન માત્ર લખનઉથી દિલ્હી સુધી જ સિમિત ન હોવી જોઈએ. આગ્રા, વારાણસી અને સ્થળો પર પણ ચાલવી જોઈએ. આગ્રાથી વારાણસી સુધી ફાસ્ટ ટ્રેવ કોરિડોર બનાવવામાં આવે, રાજ્ય સરકાર જમીનનો ખર્ચ ઉઠાવશે. આ રીતે ઈકો ટુરિઝમની જગ્યાઓ પર ટોય ટ્રેનનું સંચાલન કરવામાં આવે, જેને રાજય સરકાર મદદ કરશે.