હૈદરાબાદ / આરોપી સરન્ડર કરવા તૈયાર નહતા એટલે ઠાર કરાયા - કમિશનર સજ્જનાર

Dec 06,2019 5:34 PM IST

પોલીસ કમિશનર વી સજ્જનારે કહ્યું કે, 10 પોલીસકર્મી આજે વહેલી સવારે આરોપીઓને સીન રિક્રિએટ કરાવવા લાવી હતી. આ દરમિયાન બે આરોપીઓએ પોલીસ પાસેથી હથિયાર છીનવી લીધા હતા. ત્યારપછી પોલીસે ચેતવણી પણ આપી હતી. પરંતુ તેમણે પોલીસ પર જ ફાયરિંગ શરૂ કરી દીધું. તે ઉપરાંત તેમણે પથ્થરથી પણ પોલીસ પર હુમલો કર્યો હતો. જવાબી કાર્યવાહીમાં ચારેય આરોપી ઠાર કરી દેવામાં આવ્યા.