• Home
  • Gujarati Videos
  • News
  • Sushma Swaraj request mulayam singh to take action on azam khan on jaya prada comment lok sabha election 2019

રાજકારણ / સપાના ઉમેદવાર આઝમ ખાનના નિવેદનનો વિવાદ, જયા પ્રદાએ કહ્યું, શું તેમના ઘરમાં મા કે પત્ની નથી?

Apr 15,2019 12:00 PM IST

સમાજવાદી પાર્ટીના સીનિયર અને રામપુરના ઉમેદવાર આઝમ ખાનના નિવેદનનો વિવાદ સતત વધી રહ્યો છે. બીજેપી નેતા જયા પ્રદા વિશે તેમણે કરેલી અમર્યાદિત ટીપ્પણીના કારણે હવે તેમની સામે કેસ નોંધાઈ ગયો છે. આઝામ ખાનના નિવેદનને ધ્યાનમાં લઈને સ્થાનિક મેજિસ્ટ્રેટે તેમની સામે કેસ નોંધી દીધી છે. જ્યારે મહિલા આયોગ દ્વારા પણ આઝમ ખાનને નોટિસ ફટકારવામાં આવી છે. સુષમા સ્વરાજે પણ આજે સવારે ટ્વિટ કરીને આઝમ ખાન ઉપર આકરા પ્રહાર કર્યા હતા. સુષમા સ્વરાજે ટ્વિટર પર લખ્યું છે કે, મુલાયમ સિંહ મૌન રહેવાની ભૂલ ન કરે. રામપુરથી બીજેપી સીટના ઉમેદવાર જયા પ્રદાએ પણ આઝમ ખાનના નિવેદનનો જવાબ આપ્યો છે. જયા પ્રદાએ કહ્યું છે કે, શું તેમના ઘરમાં મા કે પત્ની નથી, કે તેઓ આ રીતે નિવેદન આપી રહ્યા છે. જયા પ્રદાએ એવું પણ કહ્યું છે કે, તેઓ આઝમ ખાનના આવા નિવેદનથી ડરીને રામપુર છોડી દે તેમ નથી. જયા પ્રદાએ કહ્યું છે કે, તેમણે મારા માટે જે શબ્દોનો ઉપયોગ કર્યો છે તે શબ્દો તે પોતાના મોઢે કહી જ નહીં શકે અને કહેવા પણ નથી માગતા. તેમણે કહ્યું કે, આ વ્યક્તિ ક્યારેય નહીં સુધરે અને આ વખતે તો તેમણે તમામ હદો પાર કરી દીધી છે.