સુરત / આબુમાં મિત્રો સાથે ગરબા રમતાં-રમતાં ઢળી પડેલા સુરતના યુવકનું મોત

Oct 10,2019 3:17 AM IST

સુરતઃમાં આદ્યશક્તિ અંબાની ભક્તિ પર્વ નવરાત્રિમાં અંબાજીના દર્શને મૂળ સૌરાષ્ટ્રના વતની પણ સુરતના મોટા વરાછામાં રહીને હીરાના બ્રોકરેજનું કામ કરતાં જગદીશભાઈ માવાણી ગયા હતાં. છેલ્લા 15 વર્ષથી એકલા જતાં જગદીશભાઈ આ વખતે પરિવાર અને મિત્રોની સાથે અંબાજીના દર્શન કરી આબુ ગયાં હતાં. આબુમાં રાત્રે ગરબા રમતી વખતે અચાનક ઢળી પડતાં મોતને ભેટ્યાં હતાં. મોતની આ સમગ્ર ઘટના મોબાઈલમાં કેદ થઈ ગઈ હતી.