નવા વિડિઓ

 • ડાયમંડ મંદી ને કારણે જગ્યા નથી મળતી તો આ અવશ્ય જોવો!

  ડાયમંડ મંદી ને કારણે જગ્યા નથી મળતી તો આ અવશ્ય જોવો!

 • વડોદરામાં ગજરાજે સૂંઢમાં પાણી ભરીને ગણેશજીની મૂર્તિ પર કર્યો અભિષેક, શ્રીજીને આપી વિદાય 02:01

  વડોદરામાં ગજરાજે સૂંઢમાં પાણી ભરીને ગણેશજીની મૂર્તિ પર કર્યો અભિષેક, શ્રીજીને આપી વિદાય

 • રાજકોટમાં કાર બેકાબૂ બનતાં ત્રણ વાહનનો કચ્ચરઘાણ વાળ્યો, ત્રણને ઇજા 01:35

  રાજકોટમાં કાર બેકાબૂ બનતાં ત્રણ વાહનનો કચ્ચરઘાણ વાળ્યો, ત્રણને ઇજા

 • જેટલીનો કટાક્ષ- પબ્લિક ડિસ્કોર્સ લાફ્ટર ચેલેન્જ નથી કે કોઈને પણ ગળે લગાવો કે આંખ મારો 00:54

  જેટલીનો કટાક્ષ- પબ્લિક ડિસ્કોર્સ લાફ્ટર ચેલેન્જ નથી કે કોઈને પણ ગળે લગાવો કે આંખ મારો

 • ભીષણ આગની લપેટમાં આવી હતી ખેડુતની જમીન, જોખમી આઈડિયાથી બચાવ્યો પાક 02:08

  ભીષણ આગની લપેટમાં આવી હતી ખેડુતની જમીન, જોખમી આઈડિયાથી બચાવ્યો પાક

 • સુરતઃ વરાછા રોડ પર રાત્રે પોલીસની દંડાવાળી સીસીટીવીમાં થઈ કેદ, 01:02
  સમાચાર

  સુરતઃ વરાછા રોડ પર રાત્રે પોલીસની દંડાવાળી સીસીટીવીમાં થઈ કેદ

  સુરતઃ વરાછા મેઈન રોડ પર પોલીસે દંડાવાળી પેટ્રોલિંગ કરી હતી. રાત્રિના 11 વાગ્યા બાદ ખુલી રહેલી દુકાન પર ઉભેલા લોકોને વિખેરવા માટે પોલીસે સીધો જ બળપ્રયોગ કર્યો હતો. અને લોકોને દોડાવી દોડાવીને માર મારતાં દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયાં હતાં. રોડ પર આવેલા સોડા શોપ પર રાત્રિના સાડા અગિયાર આસપાસ પોલીસના જવાનો દ્વારા લોકો પર બેફામ પણે દંડા વરસાવવામાં આવ્યાં હતાં.

  4K વ્યુઝ
 • Ganesh procession with elephants attracts people in Vadodara 02:01
  સમાચાર

  વડોદરામાં ગજરાજે સૂંઢમાં પાણી ભરીને ગણેશજીની મૂર્તિ પર કર્યો અભિષેક, શ્રીજીને આપી વિદાય

  ઇન્દ્રપ્રસ્થ બગલોઝમાં છેલ્લા પાંચ વર્ષથી ઈકોફ્રેન્ડલી માટીની મૂર્તિ પ્રસ્થાપિત કરવામાં આવે છે. આ વર્ષે પણ ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ દ્વારા ઇકોફ્રેન્ડલી મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી. રહીશોએ આજે બપોરે ગણેશજીને અનોખી રીતે વિદાય આપી હતી. ઇકોફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિની પૂજા-અર્ચના કર્યા બાદ સૌ ભક્તોની ઉપસ્થિતિમાં સુંદર રીતે સજાવેલા ગજરાજોએ સૂંઢમાં પાણી ભરીને ગણેશજીની મૂર્તિ પર અભિષેક કર્યો હતો. બાદમાં બંગલોઝમાં શોભાયાત્રા કાઢવામાં આવી હતી.

  1K વ્યુઝ
 • Rajkot hit and run case, car driver hit 3 vehicles and run away 01:35
  સમાચાર

  રાજકોટમાં કાર બેકાબૂ બનતાં ત્રણ વાહનનો કચ્ચરઘાણ વાળ્યો, ત્રણને ઇજા

  રાજકોટ: શહેરના ભીડવાળા વિસ્તાર એટલે કે રેસકોર્સ રિંગ રોડ પર આજે ક્રેટા કાર GJ 3 KC 4688 બેકાબૂ બનતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કારે ત્રણ વાહનોને અડફેટે લેતા કચ્ચારઘાણ નીકળી જવા પામ્યો હતો. આ ઘટનામાં ત્રણ વ્યક્તિને ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે. તેમજ કાર ત્રણ વાહનોને અડફેટે લઇ ડીવાઇડર પર ચડી ગઇ હતી. કાર ચાલક ઘટના બાદ નાસી ગયો હતો. કારનો આગળનો ભાગ પણ પડીકુ વળી ગયો હતો. ઘટનાની જાણ થતા જ પોલીસ દોડી આવી હતી અને તપાસ હાથ ધરી છે.

  1K વ્યુઝ
 • FM Arun Jaitley suspects some kind of cospiracy behind hollande statement 00:54
  સમાચાર

  જેટલીનો કટાક્ષ- પબ્લિક ડિસ્કોર્સ લાફ્ટર ચેલેન્જ નથી કે કોઈને પણ ગળે લગાવો કે આંખ મારો

  નવી દિલ્હીઃ રાફેલ ડીલ મામલે ફ્રાંસના પૂર્વ રાષ્ટ્રપતિ ફ્રાંસવા ઓલાંદના નિવેદન બાદ ભારતમાં રાજકીય ઘમાસાણ જોવા મળી રહ્યું છે. આ વચ્ચે નાણાંકીય મંત્રી અરૂણ જેટલીએ કહ્યું કે આ આરોપો છતાં રાફેલ ડીલ રદ નહીં થાય. સમાચાર એજન્સીને આપેલાં ઈન્ટરવ્યૂમાં અરૂણ જેટલીએ કહ્યું કે, રાફેલ ડીલ એક સાફ અને સ્પષ્ટ ડીલ છે જેને રદ કરવાનો કોઈ સવાલ જ નથી.

 • viral video of farmer who save crop from fire 02:08
  સમાચાર

  ભીષણ આગની લપેટમાં આવી હતી ખેડુતની જમીન, જોખમી આઈડિયાથી બચાવ્યો પાક

  આજકાલ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. જેમાં એક ખેડુત તેના હજારો વીઘા જમીનમાં ભયાનક રીતે વધી રહેલી આગને કાબૂમાં લેવા માટે મરણિયો પ્રયાસ કરતો નજરે ચઢે છે. તે વ્યકિત પોતાની નજર સામે જ સળગી જતા આ પાકને જોઈ શકતો નથી ત્યાં હાજર પણ હતા ફાયર ફાઈટર્સના લોકો પણ. જો કે તે આખી રેસ્ક્યુની ટીમ કંઈ વિચારે અને કામગીરી હાથ ધારે તે પહેલાં તો તે ખેડુત જ એક ટ્રેકટર લઈને આગને રોકવા માટે અંદર પ્રવેશે છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય જ આ આગને ઝડપથી આગળ વધતી રોકવાનો હોય છે જેના માટે તે આખું ખેતર એક સીધી જ લીટીમાં ખેડવા માંડે છે જેથી આગ ત્યાં આવીને અટકી જાય. અમેરિકાના વેલ્ડ કાઉન્ટીની આ ઘટના અંદાજે પાંચેક વર્ષ જૂની છે જેનો વીડિયો લોકો ખેડુતની બહાદુરીના વખાણ કરીને શૅર કરી રહ્યા છે.

  1K વ્યુઝ
 • Surat Pilgrim Do Visarjan Of Ganesh Replica In Sea Of Dummas After 124 Year Ritual Break 01:18
  સમાચાર

  પુઢચ્યાં વર્ષી લવકર્યાંના નાદથી ગુંજ્યા સુરતના રાજમાર્ગોઃ ભારે હૈયે શ્રીજીનું વિસર્જન કરતાં ભાવિકો

  સુરતઃ દસ દિવસ સુધી ગણપતિ બાપાની પૂજા અર્ચના કર્યા બાદ આજે ભારે હૈયે ભાવિકો દ્વારા ગણપતિની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે. શહેરના રાજમાર્ગો પર વહેલી સવારથી ઢોલ નગારાના તાલે ભાવિકો દ્વારા ગણપતિ બાપ્પાની મૂર્તિઓને દરિયામાં અને કૃત્રિમ તળાવમાં વિસર્જન કરવામાં આવી રહ્યું છે. અંદાજે 70 હજાર પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવશે.

 • Biker returns litter to cardriver in China 00:57
  સમાચાર

  કારચાલકે રસ્તા પર ફેંક્યો કચરો, બાઈકચાલકે ઉઠાવીને કારમાં પાછો નાખી દીધો

  ચીનમાં બાઈકસવારે એક કારચાલકને સ્વસ્છતાનો પાઠ ભણાવ્યો. કારચાલક સવારે રસ્તાની વચ્ચે કચરો ફેંકતાં બાઈકચાલકે તેને પાઠ ભણાવવાનું નક્કી કર્યું. બાઈકચાલકે રસ્તા પરનો કચરો ઉઠાવીને કારની અંદર નાખી દીધો હતો. કારની અંદર કચરો નાખતાં જ કારચાલક મહિલા રોષે ભરાઈ હતી. પણ ત્યાં સુધી બાઈકચાલક ત્યાંથી બાઈક લઈ ફરાર થઈ ગયો હતો. સોશિયલ મીડિયામાં લોકો આ બાઈકચાલકની ભારે વાહવાહી કરી રહ્યા છે.

 • bhavnagar young bharavad sangathan given 50 bolero distribustion 00:34
  સમાચાર

  ભાવનગરમાં ભરવાડ યુવા સંગઠને વડોદરાના 50 યુવાનોને બોલેરો વિતરણ કરી

  ભાવનગર: ભરવાડ યુવા સંગઠન દ્વારા સમાજના બેરોજગાર યુવાનોને રોજગારી મળી રહે તેવા આશયથી શહેરના કાળીયાબીડમાં આવેલા સપ્તપદી હોલમાં કાર્યક્રમ યોજાયો. જેમાં સંગઠનના પદાધિકારીઓ અને આગેવાનોના હસ્તે 50 યુવાનોને બોલેરો જીપનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભાવનગર શહેર અને જિલ્લા ભરવાડ સમાજના આગેવાનો અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અહીં જુઓ વીડિયો

  1K વ્યુઝ
 • ganesh visrjan in saurashtra with DJ 01:36
  સમાચાર

  અબીલ-ગુલાલની છોળો અને ડીજેના તાલે સૌરાષ્ટ્રમાં ગણેશ વિસર્જન, 'અગલે બરસ જલ્દી આના'નો નાદ

  રાજકોટ: ગણપતિ બાપાની 10 દિવસ સુધી ભક્તિ આરાધના કર્યા બાદ આજે રવિવારે સૌરાષ્ટ્રમાં ઠેર ઠેર વિસર્જનયાત્રા નીકળી રહી છે. જેમાં અબીલ-ગુલાલની છોળો, આતશબાજી અને ડીજેના તાલે ગણપતિ બાપાને વિદાય આપી વિસર્જન કરવામાં આવ્યું છે. ભાવિકો ગણપતિ બાપા મોરીયા, અગલે બરસ જલ્દી આનાના નાદ કરી રહ્યા છે. વિસર્જન માટે ફાયરબ્રિગેડ અને જિલ્લા વહીવટી તંત્ર ખડેપગે છે. જેમાં રાજકોટ મહાનગરપાલિકાએ બે સ્થળ પર અને જિલ્લા વહીવટી તંત્રે ત્રણ સ્થળ પર શાંતિપૂર્વક મૂર્તિ વિસર્જન થાય તે માટે ફાયરબ્રિગ્રેડના જવાનોને ફરજ સોંપી છે. દુર્ઘટના ટાળવા માટે ફાયરબ્રિગેડના જવાનોએ વિસર્જન સ્થળો પર બેરિકેડ મુક્યા છે અને મૂર્તિનું પૂજન કરે તેમના હસ્તે જ વિસર્જન થાય તે પ્રકારેની વ્યવસ્થા કરવામાં આવી છે. દરેક વિસર્જન પોઇન્ટ પર 60થી 70 જવાનોને પોલીસ અને ફાયરબ્રિગેડને ફરજ સોંપવામાં આવી છે.

 • Know why Adil Tak sung Indian National Anthem during match 01:31
  સમાચાર

  શા માટે પાકિસ્તાને ગાયું હતું ભારતનું રાષ્ટ્રગાન? જવાબ સાંભળી તમે પણ થઈ જશો ખુશ

  ભારત પાકિસ્તાનની મેચ વખતે એક પાકિસ્તાની યુવાને ભારતીય રાષ્ટ્રગાન ગાતો હોઈ તે વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. વીડિયો વાઇરલ થયા બાદ આ યુવાન ખાસ્સો લોકપ્રિય થઈ ગયો હતો. આ યુવાનનું નામ આદિલ તાજ છે. આદિલે જણાવ્યું કે પાકિસ્તાનના રાષ્ટ્રગાન વખતે ભારતીય ફેન્સે ઉભા થઈ સન્માન આપ્યું હતું. અને તે માટે જ તેણે ભારતીય ફેન્સના સન્માન માટે ભારતનું રાષ્ટ્રગાન ગાયું હતું.

  2K વ્યુઝ
 • 10-year-old innocent nailed to tree tied to tree 01:20
  સમાચાર

  ચોરીની શંકામાં માસૂમને આપી તાલિબાની સજા, નગ્ન કરીને ઢોરમાર મારીને ઉપર રેડ્યું ખાંડવાળું ગરમ પાણી

  બિહારના ફૂલવારીશરીફની એક ઘટનાનો વીડિયો વાઈરલ થયો છે જેમાં ભોગ બનનાર એક બાળક છે જેની ઉંમર આશરે દસ વર્ષ જેટલી છે.માસૂમ એવા આ બાળક પર ચોરીનો આરોપ મૂકીને જે અત્યાચાર કરવામાં આવ્યો હતો તે જોઈને ભલભલાનું કાળજું કંપી જાય. મોબાઈલની ચોરીના આરોપસર આ બાળકને નગ્ન કરીને એક ઝાડના થાળ સાથે બાંધવામાં આવ્યો હતો. આતો માત્ર શરૂઆત હતી બાદમાં તેને ઢોરમાર પણ માર્યો હતો.આ બાળક પાસે જાણે કે ગુનો જ કબૂલ કરાવવા માટે સજા આપતા હોય તેમ ગરમ પાણી કરીને તેમાં ખાંડ નાખીને તે મિશ્રણ તેના શરીર પાર પણ રેડ્યું હતું। આ ગરમ ખાંડનું પાણી તેના શરીર પાર કીડી, મંકોડા પણ ખેંચી લાવ્યું હતું જેથી તેને કરડી કરડીને અડધો કરી નાખે। આ બાજુ માસૂમ દયાની ભીખ માગતો હતો પણ લોકો તો જાણે કે કોઈ ખેલ ચાલતો હોય તેમ તાળીઓ પાડતા હતા. વીડિયો વાઈરલ થતાં જ પોલીસે પણ આરોપીઓને શોધવાની કવાયત હાથ ધરી હતી.

વધુ વીડિયો

અત્યારે ટ્રેન્ડમાં

 1. શા માટે પાકિસ્તાને ગાયું હતું ભારતનું રાષ્ટ્રગાન? જવાબ સાંભળી તમે પણ થઈ જશો ખુશ 01:31

  શા માટે પાકિસ્તાને ગાયું હતું ભારતનું રાષ્ટ્રગાન? જવાબ સાંભળી તમે પણ થઈ જશો ખુશ

 2. વકીલ આગળ હોંશિયારી મારતી હતી નોકરાણી, એક દિવસ રંગેહાથ પકડી જ લીધી 01:19

  વકીલ આગળ હોંશિયારી મારતી હતી નોકરાણી, એક દિવસ રંગેહાથ પકડી જ લીધી

 3. કળયુગમાં થયો ચમત્કાર! જળસમાધિ લેવા જતાં જ યુવક બની ગયો યુવતી, માતાજી ગણી પૂજે પબ્લિક 01:56

  કળયુગમાં થયો ચમત્કાર! જળસમાધિ લેવા જતાં જ યુવક બની ગયો યુવતી, માતાજી ગણી પૂજે પબ્લિક

 4. પિતા મુકેશ અંબાણીનો હાથ પકડીને સગાઈ માટે પહોંચી ઈશા અંબાણી 01:17

  પિતા મુકેશ અંબાણીનો હાથ પકડીને સગાઈ માટે પહોંચી ઈશા અંબાણી

 5. વડોદરામાં ગજરાજે સૂંઢમાં પાણી ભરીને ગણેશજીની મૂર્તિ પર કર્યો અભિષેક, શ્રીજીને આપી વિદાય 02:01

  વડોદરામાં ગજરાજે સૂંઢમાં પાણી ભરીને ગણેશજીની મૂર્તિ પર કર્યો અભિષેક, શ્રીજીને આપી વિદાય

TOP