• Home
  • Gujarati Videos
  • News
  • Surat Varachha Area Kargil Chowck Near Sadhana Niketan School Student Hit By Teacher In Tour

સુરતની સ્કૂલના પ્રવાસમાં દારૂ પીને ટ્રસ્ટીએ વિદ્યાર્થિનીઓની છેડતી કરી, વિદ્યાર્થીઓને માર્યા

Dec 25,2018 2:22 PM IST

સુરતઃ વરાછાના કારગીલ ચોક ખાતેની સાધના નિકેતન સ્કૂલના રાજસ્થાન પ્રવાસ દરમિયાન ટ્રસ્ટીના ગેરવર્તન મામલે આજે હોબાળો મચી ગયો છે. જેસલમેરમાં ગિરીશ મકવાણા નામના ટ્રસ્ટીએ દારૂ પીને વિદ્યાર્થીઓની છેડતી કર્યાનું પ્રવાસેથી પરત ફરેલી છોકરીઓએ ઘરે જાણ કરતાં વાલીઓના ટોળાં સ્કૂલે ઉમટી પડ્યાં હતાં. એટલું જ નહીં, વિદ્યાર્થીઓને પણ મારવામાં આવ્યાના આક્ષેપો થયા હતા. ગિરીશ મકવાણા સ્કૂલમાં ન આવતા વાલીઓએ હલ્લો કરતાં પોલીસ બોલાવવી પડી હતી. બીજીતરફ પોલીસે પણ સ્પષ્ટતા કરી છે કે પ્રવાસ દરમિયાન મારથી ઈજા પામેલી ચાર વિદ્યાર્થીનીને હોસ્પિટલમાં દાખલ કરાઈ છે.