પોલીસનું શૂરાતન / સુરતમાં નિર્દોષ દીકરાને ઊંચકી જતાં કહેવા ગયેલી માતાને તમાચા મારનાર કોન્સ્ટેબલ સસ્પેન્ડ

Apr 09,2019 3:20 PM IST

સુરતઃ લાલગેટ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના કોન્સ્ટેબલ સુરેન્દ્રએ સોમવારે બપોરે સૈયદપુરા પોલીસ ચોકી સામે જાહેરમાં એક મહિલાને ત્રણ-ચાર તમાચા મારી દીધા હતા. મહિલાના દીકરાને પોલીસ કારણવગર લઈ આવી હતી. પોલીસ કમિશનરે ઘટનાના 8 કલાકમાં જ તમાચા મારનાર પોલીસ કોન્સ્ટેબલ સુરેન્દ્રને સસ્પેન્ડ કર્યો હતો. અત્રે ઉલ્લેખનિય છે કે, મહિલાને તમાચા મારતો સીસીટીવી વીડિયો વાયરલ થયો હતો.