• Home
  • Gujarati Videos
  • News
  • Surat Limbayat MLA Sangeeta Patil Give TYBA Exam In Maharastra And Shivsena accused For Dummy Person, Latest News

પરીક્ષામાં ડમી બેસાડ્યાના આરોપઃ તપાસમાં નીકળ્યાં સુરતના મહિલા MLA / પરીક્ષામાં ડમી બેસાડ્યાનો આરોપઃ તપાસમાં નીકળ્યાં સુરતના મહિલા MLA

Jun 02,2018 11:42 AM IST

સુરતઃ લિંબાયત વિસ્તારના ધારાસભ્ય સંગીતા પાટીલ હાલ મહારાષ્ટ્રના ધૂળે જિલ્લા વિસ્તારમાં આવેલી સોનગિર સેન્ટરમાંથી ટીવાયબીએની પરીક્ષા આપી રહ્યાં છે. યશવંત રાવ ચૌહાણ મહારાષ્ટ્ર મુક્ત વિદ્યાપીઠના સેન્ટરમાં સંગીતા પાટીલના જગ્યાએ ડમી ઉમેદવાર બેસાડવામાં આવતાં હોવાના આરોપ લાગ્યા હતાં. પોલીસની હાજરીમાં તપાસ થતાં અંતે પરીક્ષાર્થી ખુદ ધારાસભ્ય સંગીતા પાટીલ હોવાનું સામે આવ્યું હતું. ગુજરાતના ધારાસભ્યની મહારાષ્ટ્રમાં B.A.ની પરીક્ષા સુરતના લિંબાયત વિસ્તારના ધારાસભ્ય સંગીતા પાટીલ હાલ ટીવાયબીએ યશવંતરાવ ચૌહાણ મહારાષ્ટ્ર મુક્ત વિદ્યાલયમાંથી કરી રહ્યાં છે. ધુલિયા જિલ્લામાં સોનગિરમાં આવેલા સેન્ટરમાંથી તેઓ પરીક્ષા આપી રહ્યાં છે. ત્યારે સુરત શિવસેના દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યાં હતા કે તેમણે પોતાની જગ્યાએ કોઈ ડમી ઉમેદવારને પરીક્ષા માટે બેસાડ્યો છે. આ અંગે શિવસેનાના પ્રમુખ અને ત્યાંની પોલીસે જાત તપાસ કરતાં સંગીતા પાટીલ પરીક્ષાર્થી તરીકે નીકળ્યાં હતાં. જો કે આ અંગે તમામ જગ્યાએ સેટીંગ થયું હોવાના આરોપ શિવસેના દ્વારા લગાવવામાં આવ્યાં હતાં.