નવા વિડિઓ

 • કોંગ્રેસના સભ્યોનું વિધાનસભા ગૃહમાંથી વોકઆઉટ, ભાજપને ગરીબવિરોધી સરકાર ગણાવી 01:01

  કોંગ્રેસના સભ્યોનું વિધાનસભા ગૃહમાંથી વોકઆઉટ, ભાજપને ગરીબવિરોધી સરકાર ગણાવી

 • ત્રણ સવારી જતાં બાઈકચાલકને ટ્રાફિક પોલીસે રોક્યા, જાહેરમાં કોન્સ્ટેબલને યુવકે માર માર્યો 01:06

  ત્રણ સવારી જતાં બાઈકચાલકને ટ્રાફિક પોલીસે રોક્યા, જાહેરમાં કોન્સ્ટેબલને યુવકે માર માર્યો

 • કેનેડા સ્ટુડન્ટ વિઝા પર જવું હોય તો જાણો IELTSની એક્ઝામમાં કેટલા BANDS જરૂરી 02:16

  કેનેડા સ્ટુડન્ટ વિઝા પર જવું હોય તો જાણો IELTSની એક્ઝામમાં કેટલા BANDS જરૂરી

 • દીકરીએ સ્ટ્રોબરી ખાતાં જ નીકળી વિચિત્ર વસ્તુ, માતાએ અંદર તોડીને જોયું તો તે થથરી ગઈ 01:16

  દીકરીએ સ્ટ્રોબરી ખાતાં જ નીકળી વિચિત્ર વસ્તુ, માતાએ અંદર તોડીને જોયું તો તે થથરી ગઈ

 • પાક.સૈનિકોએ ઇન્ટરનેશનલ બોર્ડર પર BSFના જવાનનું ગળું કાપી કરી બર્બરતાઃ રિપોર્ટ 01:36

  પાક.સૈનિકોએ ઇન્ટરનેશનલ બોર્ડર પર BSFના જવાનનું ગળું કાપી કરી બર્બરતાઃ રિપોર્ટ

 • Surat Katargam Area Diamond Theft In 5 Minute 10 lac Loot in open road Police Start Investigation 00:50

  સુરતઃ યુવકને જાહેરમાં આંતરી 5 મિનિટમાં 10 લાખના હીરાની દિલધડક લૂંટ

  આ સીસીટીવી ફૂટેજ સૂરતના લાલા દરવાજા વિસ્તારના છે.અહીં યુવકને જાહેરમાં આંતરી 5 મિનિટમાં 10 લાખના હીરાની દિલધડક લૂંટ ચલાવી હતી. સીસીટીવીમાં જોઇ શકાય છે કે લાલદરવાજા પટેલવાડી નજીક ઈકો કારમાં આવેલા 3 શખ્સોએ મોપેડ પર જતાં શખ્સનેઆંતરી લીધો હતો. ત્યારબાદમાં કારમાંથી ઉતરેલા 3 શખ્સોએ છરા બતાવી હીરાના પડીકું આંચકી ફરાર થઇ ગયા હતા. લૂંટારૂની કારના દશ્યો સીસીટીવીમાં કેદ થયા છે. પોલીસે ફરિયાદ બાદ તપાસ હાથ ધરી છે.

  5K વ્યુઝ
 • Congress members walk out from vidhan sabha 01:01
  સમાચાર

  કોંગ્રેસના સભ્યોનું વિધાનસભા ગૃહમાંથી વોકઆઉટ, ભાજપને ગરીબવિરોધી સરકાર ગણાવી

  વિધાનસભા ગૃહમાં કોંગ્રેસના સભ્યોએ ભાજપ સરકારનો વિરોધ કર્યો હતો. કોંગ્રેસના 10 ધારાસભ્યોને વિધાનસભા ગૃહમાં બહાર લઈ જવામાં આવ્યા હતા. આથી કોંગ્રેસના બાકીના ધારાસભ્યોએ ગૃહમાંથી વોકઆઉટ કર્યું હતું. વિપક્ષ નેતા પરેશ ધાનાણીની આગેવાનીમાં કોંગ્રેસના સભ્યો ગૃહની બહાર નીકળી ગયા હતા. તેમજ ભાજપને ગરીબવિરોધી સરકાર ગણાવી સરકાર સામે સૂત્રોચ્ચાર કર્યા હતા. અવિશ્વાસની દરખાસ્ત સમયે આ ઘટના બની હતી.

  1K વ્યુઝ
 • Mumbai traffic police beaten by youth at ulhasnagar 01:06
  સમાચાર

  ત્રણ સવારી જતાં બાઈકચાલકને ટ્રાફિક પોલીસે રોક્યા, જાહેરમાં કોન્સ્ટેબલને યુવકે માર માર્યો

  મુંબઈ પાસેના ઉલ્લાસનગરમાં એક ટ્રાફિક પોલીસ પર હુમલો થયો હતો. એક બાઈક પર 3 લોકો સવાર હતા. આથી પોલીસે તેમને રોક્યા તો તેઓએ પોલીસ સાથે ઝપાઝપી કરી હતી. પહેલાં કોન્સ્ટેબલનો કોલર પકડ્યો હતો અને બાદમાં ધક્કામુક્કી કરી હતી. આખરે ટ્રાફિક કોન્સ્ટેબલ રાવસાહેબ કાટકરની ફરિયાદને આધારે પોલીસે ગુનો નોંધ્યો હતો. ઝપાઝપી કરનાર યુવકનું નામ સંભાજી મુંડે હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે હાલ પોલીસ સાથે ગેરવર્તન કરનાર યુવકની શોધખોળ હાથ ધરી છે.

  1K વ્યુઝ
 • Immigration Advice with Visa Expert Parthesh Thakkar 02:16
  સમાચાર

  કેનેડા સ્ટુડન્ટ વિઝા પર જવું હોય તો જાણો IELTSની એક્ઝામમાં કેટલા BANDS જરૂરી

  ગુજરાતમાંથી હવે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ કેનેડા સ્ટડી માટે જઈ રહ્યા છે.જોકે હજું પણ મોટાભાગના સ્ટૂડન્ટ્સ અજાણ છે કે IELTSની એક્ઝામમાં કેટલા BANDS જરૂરી છે.આ માહિતી અને માર્ગદર્શનના અભાવે કેટલાય સ્ટૂડન્ટ્સ વિઝાથી વંચિત રહી જતા હોય છે.Immigration Advice ના આજના એપિસોડમાં વિઝા એક્સપર્ટ પાર્થેશ ઠક્કર પાસેથી માર્ગદર્શન મેળવીશું કે કેનેડા સ્ટૂડન્ટ વિઝા માટે IELTSમાં કેટલા BANDS જરૂરી છે.

  2K વ્યુઝ
 • mother discovers three needles in a punnet of strawberries 01:16
  સમાચાર

  દીકરીએ સ્ટ્રોબરી ખાતાં જ નીકળી વિચિત્ર વસ્તુ, માતાએ અંદર તોડીને જોયું તો તે થથરી ગઈ

  ઓસ્ટ્રેલિયાના ક્વીન્સલેન્ડમાં એક અજીબોગરીબ પણ ઘાતક નીવડી શકે તેવી ઘટના સામે આવી હતી. ત્યાંની એક સ્થાનિક જાણીતી દુકાનમાંથી એક મહિલા પોતાના ઘર માટે સ્ટ્રોબરીની ટોપલી લાવી હતી. તે પોતે ચમકી ગઈ જ્યારે તેની દસ વર્ષની દીકરીના મોંઢામાં આ સ્ટ્રોબરી ખાતાં સમયે ટાંકણી નીકળી.આ કહી ઘટનાથી હતપ્રત થઈને તે મહિલાએ વીડિયો પણ બનાવ્યો હતો. જેમાં સ્પષ્ટપણે જોઈ શકાતું હતું કે અન્ય સ્ટ્રોબરીમાંથી પણ આવી જ ટાંકણીઓ નીકળી હતી. આ કોઈ પહેલી ઘટના પણ નહોતી જ તે જ દુકાનમાંથી લીધેલી અન્ય પાંચ ટોપલીમાંથી પણ આવી ટાંકણીઓ નીકળી હતી. પોલીસે આ મામલાની તપાસ કરવામાં આવતાં તે દુકાનના માલિકે આ આખી ઘટનાનો દોષનો ટોપલો તેના એવા કર્મચારી પણ ઢોળ્યો હતો જેને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો.

 • Jammu International border Pakistani troops slit throat BSF Jawan 01:36
  સમાચાર

  પાક.સૈનિકોએ ઇન્ટરનેશનલ બોર્ડર પર BSFના જવાનનું ગળું કાપી કરી બર્બરતાઃ રિપોર્ટ

  નેશનલ ડેસ્કઃ પાકિસ્તાની સૈનિકોની ફરી એક કાયરતાભરી હરકત સામે આવી છે. જમ્મુ નજીક આંતરરાષ્ટ્રીય બોર્ડર પર BSFના એક જવાનનું ગળું કાપી નાંખવામાં આવ્યું છે. આ ઘટનાથી બંને દેશ વચ્ચે ફરી તણાવ વધી શકે છે. આ બર્બર ઘટના મંગળવારે રામગઢ સેકટરમાં ઘટી છે. ઘટના બાદ સુરક્ષા દળોએ પૂરી આંતરરાષ્ટ્રીય સરહદ તથા નિયંત્રણ રેખા પર હાઈ એલર્ટ જાહેર કરી દીધું છે. BSFએ પોતાના સમકક્ષ પાકિસ્તાન રેન્જર્સ સમક્ષ કડક બની આ મુદ્દે ઉઠાવ્યો છે.

  2K વ્યુઝ
 • Honour Killing Case Telangana Engineer killed in front of wife updates 01:18
  સમાચાર

  તેલંગાણા ઑનર કિલિંગ કેસમાં નવો ધડાકો, જમાઈને મારી નાખવા માટે શૂટર્સે માગેલા અઢી કરોડ

  તેલંગાણાના નાલગોંડામાં યુવકની હત્યા મામલે પોલીસે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. પોલીસના જણાવ્યા પ્રમાણે મૃતકના સસરાએ 10 લાખ સોપારી આપીને જમાઈની હત્યા કરાવી દીધી છે. મૃતક પ્રણયે 6 મહિના પહેલાં સવર્ણ જાતીની અમૃથા સાથે લગ્ન કર્યા હતા તેના કારણે અમૃથાના પરિવારજનો નારાજ હતાં. પોલીસે અમૃથાના પિતા મારુતિ રાવ, ભાઈ શ્રવણ કુમારની સાથે સાથે અન્ય 3 લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે. પોલીસે વધુ તપાસ હાથ ધરતાં જ આ હુમલો કરનાર બિહારી ગેંગસ્ટર એવા સુભાષ શર્માની પણ બિહારમાંથી ધરપકડ કરી હતી.પોલીસે તેની પાસેથી આ મર્ડર કેસની વધુ વિગતો બહાર કઢાવવામાં પણ સફળતા મેળવી છે. જેમાં બહાર આવ્યું હતું કે સુભાષ શર્માએ પ્રણેયના સસરા પાસેથી અઢી કરોડ રૂપિયા માગ્યા હતા આ મર્ડર કરવાના જો કે બાદમાં તેના પિતાએ એક કરોડ રૂપિયા આપીને આ મર્ડર કરાવ્યું હતું।સાથે જ આંધ્રપ્રદેશના હૈદરાબાદના જ કેટલાક સ્થાનિક ક્રિમિનલ્સની પણ સંડોવણી હોવાનું બહાર આવ્યું હતું.

  2K વ્યુઝ
 • Newly formed sandbed on Ponnani beach poses threat Kerala 00:33
  સમાચાર

  કેરળમાં પૂર બાદ દેખાયો અનોખો નજારો, દરિયાના પડી ગયા બે ભાગ, સામે આવ્યું આ કારણ

  નેશનલ ડેસ્ક: કેરલમાં વરસાદ બાદની તબાહીનાં દૃશ્યો સામે આવ્યા છે. હવે કેરલમાં અછતનું સંકટ તોળાઈ રહ્યું છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ પૂર બાદ એક મહિના પછી નદીઓ અને કૂવાઓમાં જળસ્તરનું પ્રમાણ ઝડપથી ઘટવા લાગ્યું છે. આવા સમયે પાણીના ઘટવાની એક તસવીર સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહી છે. આ તસવીર કેરળના મોન્નાની બીચની છે. જેમાં સાગરની વચ્ચે એક રેતીનો પટ્ટો જોવા મળી રહ્યો છે. આ દૃશ્યને લોકો રામસેતુ બતાવી શેર કરી રહ્યા છે.

  4K વ્યુઝ
 • I can break your leg, Babul Supriyo threatens 00:38
  સમાચાર

  બાબુલ સુપ્રિયોએ આપેલી ધમકીનો વાઈરલ થયો વીડિયો, પગ તોડીને વ્હીલચેર ગિફ્ટ કરવાની આપી જાહેરમાં ચીમકી

  પ.બંગાળના આસનસોલમાં ભાજપના સાંસદ અને કેન્દ્રીય મંત્રી એવા બાબુલ સુપ્રિયોનું મગજ સાતમા આસમાને પહોંચી ગયું હતું। એક જાહેર કાર્યક્રમમાં દિવ્યાંગોને વ્હીલચેર ગિફ્ટ કરવા ગયેલા આ સાંસદની જીભ એવી લપસી કે તેઓ સ્થળ, સમયનું ભાન પણ ભૂલી ગયા હતા. તે વ્યક્તિને જે લગભગ પોતે પણ અપંગ જ હતો તેને બાજુમાં જવાની સલાહ આપે છે સાથે જ ધમકી પણ આપે જ છે કે હવે જો તું ત્યાંથી ખસ્યો તો બીજો પગ પણ તૂટ્યો સમજજે. સાથે જ અન્ય કાર્યકર્તાઓને કહે છે કે હવે જો આ અહીંથી હલે તો તેનો એક પગ કાઢી લઈને લાકડી પકડાવી દો. સાંસદનો આવા શબ્દોનો પ્રયોગ અનેક લોકોને દુઃખ પહોંચાડી ગયો હતો.

 • different type Traffic violations program in rajkot 00:35
  સમાચાર

  રાજકોટમાં ટ્રાફિકના નિયમનો ભંગ કરનારાઓને રોક્યા ગણપતિ બાપાએ, નિયમ સમજાવી ખવડાવ્યા મોદક

  રાજકોટ: શહેરની વિકટ બની રહેલી ટ્રાફિક સમસ્યા નિવારવા લોકો ટ્રાફિક નિયમોનું પાલન કરે તે આવશ્યક છે. લોકોને ટ્રાફિક નિયમ અંગે જાગૃત કરવા શહેર પોલીસ દ્વારા આજે અનોખો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જિલ્લા પંચાયત ચોકમાં નિયમોનો ભંગ કરનારને ગણપતિ દાદાએ રોક્યા હતા નિયમ ભંગ નહીં કરવાનું વચન મેળવ્યા બાદ મોદકની પ્રસાદી આપી હતી.

 • The snake swallowed Snake in farm at gujarat 02:37
  સમાચાર

  એક સાપ અન્ય જીવતા સાપને આખેઆખો ગળી ગયો, ગુજરાતનો વીડિયો વાઈરલ

  અમદાવાદ: સામાન્ય રીતે સાપ ઉંદર કે અન્ય કોઈ પ્રાણીને ગળી જતો હોય છે. પણ ગુજરાતના એક ખેડૂતના ખેતરમાં નોખી ઘટના બની. થયું એવું કે ખેડૂત સહિત કેટલાક લોકો ખેતરમાં કામ કરી રહ્યા હતા. ત્યારે તેમની નજર એક સાપ પર પડી. એટલું જ નહીં એક મોટો સાપ અન્ય સાપને ગળી જતો હતો. ધીમે સાપ આખેઆખા સાપને ગળી ગયો હતો. વીડિયોમાં જોતા ખ્યાલ આવી શકે બંને સાપની લંબાઈ પણ ઘણી હતી. સાપ આખા સાપ ગળી ગયા બાદ ત્યાંથી નીકળી ગયો હતો. ખેડૂતે આ આખી ઘટનાને મોબાઈલમાં ઉતારી લીધી હતી.

  3K વ્યુઝ
વધુ વીડિયો

અત્યારે ટ્રેન્ડમાં

 1. કેરળમાં પૂર બાદ દેખાયો અનોખો નજારો, દરિયાના પડી ગયા બે ભાગ, સામે આવ્યું આ કારણ 00:33

  કેરળમાં પૂર બાદ દેખાયો અનોખો નજારો, દરિયાના પડી ગયા બે ભાગ, સામે આવ્યું આ કારણ

 2. અંબાણી પરિવારમાં પુત્રવધુ આવતાં પહેલાં દીકરીની થશે વિદાય, જાણો ઈશાની ક્યાં સગાઈ થશે? 01:26

  અંબાણી પરિવારમાં પુત્રવધુ આવતાં પહેલાં દીકરીની થશે વિદાય, જાણો ઈશાની ક્યાં સગાઈ થશે?

 3. પાણી અને બળેલા ઓઇલના પ્રયોગથી ગુજરાતના સામાન્ય ખેડૂતે શોધ્યો મુંડા અને ઈયળ ભગાડવાનો દેશી જુગાડ 01:19

  પાણી અને બળેલા ઓઇલના પ્રયોગથી ગુજરાતના સામાન્ય ખેડૂતે શોધ્યો મુંડા અને ઈયળ ભગાડવાનો દેશી જુગાડ

 4. બોયફ્રેન્ડ ડેટ પર નહોતો લઇ જતો, નારાજ ગર્લફ્રેન્ડે રસ્તા વચ્ચે ધનાધન ઝીંકી દીધા ચપ્પુના ઘા 01:16

  બોયફ્રેન્ડ ડેટ પર નહોતો લઇ જતો, નારાજ ગર્લફ્રેન્ડે રસ્તા વચ્ચે ધનાધન ઝીંકી દીધા ચપ્પુના ઘા

 5. અમેરિકાના પેટ્રોલપંપ પર જઈને સરદારજીએ ખોલી ભારતના મોંઘાદાટ પેટ્રોલની પોલ 01:45

  અમેરિકાના પેટ્રોલપંપ પર જઈને સરદારજીએ ખોલી ભારતના મોંઘાદાટ પેટ્રોલની પોલ

TOP