સુરતઃ પિતાવિહોણી 261 લાડકડીઓનું પાલક પિતાઓએ કન્યાદાન કર્યું, જુઓ ડ્રોન વીડિયો

Dec 24,2018 11:31 AM IST

સુરત: શહેરના સેવાની સુવાસ વિશ્વભરમાં ફેલાવનાર પી.પી.સવાણી પરિવાર દ્વારા આયોજિત પિતા વિહોણી 261 દીકરીઓનું કન્યાદાન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, સરકારના મંત્રીઓ, ધર્મગુરુઓ સહીત અનેક મહાનુભાવોએ એક લાગણીસભર કાર્યક્રમમાં કરવામાં આવ્યું હતું. પી.પી.સવાણી અને મોવલીયા પરિવાર દ્વારા આયોજિત આજના કાર્યક્રમ ૩ ખ્રિસ્તી, 6 મુસ્લિમ સહીત 252 કન્યાઓને વિદાય આપવામાં આવી હતી. જુઓ ડ્રોન વીડિયો