સુરતઃ ડીપીએસમાં વાલીઓના હોબાળા વચ્ચે 10 ટકા ફી વધારાઈ

Jan 23,2018 4:13 PM IST

સુરતઃ ગુજરાત સરકાર દ્વારા ફી વધારાને લઈને કરેલા કાયદાને લઈને ગૂંચવણ ઊભી થતાં મામલો હાલ સુપ્રીમ કોર્ટમાં છે. ત્યારે સુરતની ડીપીએસ સ્કૂલ દ્વારા મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. અને 10 ટકા ફી વધારી હતી. જેનો વાલીઓએ વિરોધ કર્યો હોવા છતાં ચાર હજાર વિદ્યાર્થીઓને નોટિસ પાઠવી દેવામાં આવી હતી. સ્કૂલમાં વાલીઓ સાથે યોજાયેલી મિટીંગમાં શાળા સંચાલકો દ્વારા સારા અને ગુણવતાયુક્ત શિક્ષણના નામે 10 ટકા ફી વધારો કરવામાં આવ્યોહ તો. જેમાં એન્યુઅલ ચાર્જ 10,200થી વધારીને 11240 કરાયો હતો. જ્યારે ઈસીએસ કપાતી ફી 44125થી વધારીને 4535 કરી દેવામાં આવી હતી. આ તમામ બાબતનો વિરોધ કરતાં વાલીઓ ડીઈઓ કચેરી પહોંચ્યા હતાં. 24 તારીખથી ફી વધારો લાગુ પડતો હોવાથી પૂનમ માલપાણી નામના વાલીએ જણાવ્યું હતું કે, હાલ સમગ્ર મામલો સુપ્રીમ કોર્ટમાં છે. ત્યારે આ મુદ્દે સ્પષ્ટતા થાય ત્યારબાદ ફી વધારો કરવા જણાવાયું હતું. પરંતુ તેમ છતાં શાળા દ્વારા ફી વધારો ઝીંકાતા તેઓ ડીઈઓને મળવા પહોંચ્યા હતાં.