• Home
  • Gujarati Videos
  • News
  • Surat DPS School Fee Hike Issue: Parent Meet Majura MLa Harsh Sanghvi With Protest Of Fee Hike

સુરતઃ DPSના ફી વધારાનો વિરોધ, વાલીઓ ધારાસભ્યને મળ્યા

Jan 24,2018 4:18 PM IST

સુરતઃ ડીપીએસ સ્કૂલ દ્વારા 10 ટકા ફી વધારાના વિરોધમાં વાલીઓ ડીઈઓને મળ્યા બાદ આજે મજૂરા વિધાનસભાના ધારાસભ્ય હર્ષ સંઘવીને મળ્યાં હતાં. જેમાં વાલીઓએ ફી વધારા અંગે રજૂઆત કરી હતી. ધારાસભ્યએ વાલીઓની રજૂઆત સાંભળી હતી. સાથે જ યોગ્ય કરવાનો દિલાસો આપ્યો હતો. એરપોર્ટ નજીક આવેલા સાયલેન્ટ ઝોનસ્થિત ડીપીએસ શાળામાં વાલીઓનો હોબાળો જોવા મળ્યો હતો. વાલીઓ અને ડીપીએસના સંચાલકો સાથે મિટિંગ મળી હતી. જેમાં 10 ટકા ફી વધારી દેવામાં આવી હતી. ત્યારબાદ વાલીઓ ડીઈઓને મળ્યા હતા અને આજે મજૂરાના ધારાસભ્ય હર્ષ સંઘવીને મળ્યાં હતાં. જેમાં વાલીઓએ પોતાની રજૂઆત કરી હતી. વાલીઓને સાંભળ્યા બાદ ધારાસભ્ય હર્ષે જણાવ્યું હતું કે તેઓ આ ફી વધારાનો અભ્યાસ કરીને બાદમાં શાળાસંચાલકોને વાત કરશે. મહત્વપૂર્ણ છે કે, ફેબ્રુઆરીમાં સુપ્રીમનો ચુકાદા આવે તે અગાઉ જ શાળા દ્વારા ફી વધારી દેવાતા વાલીઓમાં નારાજગી જોવા મળી રહી છે.