સીસીટીવી / સુરત સિવિલ હોસ્પિટલમાંથી માતા પાસેથી બાળકને લઈને નાસી ગઈ મહિલા

Feb 19,2019 8:49 PM IST

સુરતઃનવી સિવિલ હોસ્પિટલ ખાતે 25 દિવસ પહેલા નવજાત બાળકીને જન્મ આપનારી મહિલાને પેટમાં દુઃખાવો ઉપડતા દિયર સાથે સારવાર માટે આવી હતી. 20 નંબરની ગાયનેક ઓપીડી બહાર માતા બાળકીને લઈને બેઠી હતી એ દરમિયાન બાળકી રડવા લાગી હતી. જેથી કોઈ અજાણી મહિલા આવી અને બાળકીને ચુપ કરાવી દઈશ એમ કહીને હાથમાં લઈને રમાડવા લાગી હતી. બાદમાં તે અચાનક ક્યાંક ગાયબ થઈ જતાં પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. હાલ પોલીસે સીસીટીવીના આધારે શોધખોળ શરૂ કરી છે.