નવા વિડિઓ

 • અમદાવાદઃ ઓવરસ્પીડ જતી કારની ટક્કરથી એકનું મોત, ગાડી પલટી ઊંઘી થઈ ગઈ, કાર ચાલક ફરાર 00:44

  અમદાવાદઃ ઓવરસ્પીડ જતી કારની ટક્કરથી એકનું મોત, ગાડી પલટી ઊંઘી થઈ ગઈ, કાર ચાલક ફરાર

 • ફેરિયાએ ડિસ્કાઉન્ટ ન આપતાં નશામાં ધૂત બે યુવતીએ સામાન ફેંકી કરી ગાળાગાળી 02:00

  ફેરિયાએ ડિસ્કાઉન્ટ ન આપતાં નશામાં ધૂત બે યુવતીએ સામાન ફેંકી કરી ગાળાગાળી

 • ક્રિશ ભંડેરીનો સામે આવ્યો નવો વીડિયો, રિતિક રોશનના હિટ ગીત પર માર્યાં ઠુમકા 00:30

  ક્રિશ ભંડેરીનો સામે આવ્યો નવો વીડિયો, રિતિક રોશનના હિટ ગીત પર માર્યાં ઠુમકા

 • રેલવે અંડરબ્રીજમાં ફસાઈ સ્કૂલ બસ, ગામવાળાઓએ JCBથી કર્યું રેસ્ક્યુ ઓપરેશન 00:55

  રેલવે અંડરબ્રીજમાં ફસાઈ સ્કૂલ બસ, ગામવાળાઓએ JCBથી કર્યું રેસ્ક્યુ ઓપરેશન

 • અ'વાદઃ ચાંદલોડિયામાં બે જૂથ વચ્ચે અથડામણ, 25ના ટોળાએ 4 બાઈક સળગાવી 01:12

  અ'વાદઃ ચાંદલોડિયામાં બે જૂથ વચ્ચે અથડામણ, 25ના ટોળાએ 4 બાઈક સળગાવી

 • સુરતઃ મોદી સરકારના 4 વર્ષ પૂર્ણ થતાં કોંગ્રેસનો કાળી પટ્ટી બાંધી વિરોધ,Surat City Congress Leader And Worker Protest Against Government Four Year 00:55
  સમાચાર

  સુરતઃ મોદી સરકારના 4 વર્ષ પૂર્ણ થતાં કોંગ્રેસનો કાળી પટ્ટી બાંધી વિરોધ

  સુરતઃ કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની ભાજપ સરકારે આજે ચાર વર્ષ પૂર્ણ કર્યા છે ત્યારે કોંગ્રેસ દ્વારા સરકારની ચાર વર્ષની નિષ્ફળતાઓને ઉજાગર કરવાની સાથે સાથે વધતાં પેટ્રોલ ડિઝલના ભાવ મુદ્દે ધરણા પ્રદર્શન યોજ્યાં હતાં. અને પેટ્રોલ ડિઝલનો ભાવ વધારો પાછો ખેંચવાની સાથે સાથે લોકોને રોજગારી મળી રહે તેવી માંગ કરી હતી.સાથે જ ભાજપ સરકાર દ્વારા દેશમાં વધી રહેલા પેટ્રોલ ડિઝલના ભાવ તથા બેરોજગારીની વધતી સંખ્યા મુદ્દે પણ આકરા પ્રહાર કર્યા હતાં. અને ચાર વર્ષમાં સુશાસન આપવામાં નિષ્ફળ રહેલી સરકારના કામો લોકો સમક્ષ ઉજાગર કરવાનો પ્રયાસ કર્યો હતો.

 • Ahmedabad Chandlodiya two Clash between groups 01:12
  સમાચાર

  અ'વાદઃ ચાંદલોડિયામાં બે જૂથ વચ્ચે અથડામણ, 25ના ટોળાએ 4 બાઈક સળગાવી

  અમદાવાદઃ ચાંદલોડિયા વિસ્તારમાં બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. બંને જૂથે ઘાતક હથિયારો સાથે સામ સામે આલવી ગયા હતા. ચાંદલોડિયા બ્રિજ નીચે નગરપાલિકા ઓફિસ પાસે તલવારો અને ધારિયા સાથે આવેલા ટોળાએ આતંક મચાવ્યો હતો. ટોળાએ બે યુવકને માર-મારી વાહનોને આગ લગાવી હતી. 20 થઈ 25 લોકો ના ટોળાએ 3 થી 4 બાઈકને સળગાવી દીધી હતી. 5 થી 6 રીક્ષાને પણ નુકસાન પહોંચાડ્યું હતું. જો કે પોલીસ ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો.

 • Ganesh statue removal with jcb machine at sabarmati riverfront 01:43
  સમાચાર

  જો આપણે ઘરે માટીના ગણેશ બેસાડ્યા હોત તો ભગવાનની આ દશા ન થાત

  અમદાવાદમાં લોકો દૂંદાળાદેવને વાજતે ગાજતે પોતાના ઘરમાં અને શેરીમાં લાવ્યા હતા. જોકે રિવરફ્રન્ટનાં દૃશ્યો ભક્તોની લાગણી સાથે ખીલવાડ કરતાં હોય તેવાં જણાયાં હતાં. દિવ્ય ભાસ્કરે સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવવા માટે રિવરફ્રન્ટની મુલાકાત લીધી હતી. તો અહીં આવીને જોયું કે દુંદાળાદેવની મૂર્તિઓને આડેધડ ડમ્પરમાં નાખીને લઈ જવાતી હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બુલડોઝર દ્વારા વિઘ્નહર્તા ગણેશની મૂર્તિઓને અપમાનજનક રીતે દૂર કરાઈ હતી. આ કામગીરી અંગે કોન્ટ્રાક્ટરે જણાવ્યું કે અમને પણ આ રીતની કામગીરીથી દુઃખ થાય છે પણ નોકરીના ભાગરૂપે કામ કરવું પડે છે. તો અમદાવાદના મેયરે જણાવ્યું કે આવું ન થવું જોઈએ. આ મામલે તપાસ કરાશે અને જવાબદાર સામે ચોક્કસ પગલાં લેવાશે.

  5K વ્યુઝ
 • Ganesh Visarjan In America Dalas area 02:11
  સમાચાર

  અમેરિકાના ડલાસમાં ગણેશ-વિસર્જન, ગુજરાતના નકશાની ટી-શર્ટ પહેરી લોકો જોડાયા

  સુરતઃ લેઉવા પાટીદાર સમાજ દુનિયાના વિવિધ દેશોમાં સ્થાયી થયા છે જે પૈકી અમેરિકાના ડલાસ ખાતે છેલ્લા 30 વર્ષથી સ્થાય થયેલા સમાજ દ્વારા આ વર્ષે ગણેશ મહોત્સવને ધૂમધામથી ઉજવ્યો હતો. અને શ્રીજીની પ્રતિમાનું ઉત્સાહ અને ઉમંગભેર વિસર્જન કર્યુ હતું. આ વિસર્જના યાત્રામાં 2000 જેટલા લોકો ગુજરાતના નકશા વાળી ટીશર્ટ સાથે જોડાયા હતા. ડીજે, ગુલાલની છળો તેમજ ગગનભેદી નારા સાથે વાતાવરણ ભક્તિમય બન્યું હતું.

 • A man crate a machine to cut groundnut plant 00:43
  સમાચાર

  મૂળમાંથી મગફળીને ઉખાડી લાઈનસર ગોઠવતું મશીન, બાજુના ચાસને નુકસાન કર્યા વિના ધૂળ લેતું જાય

  અમદાવાદઃ મગફળી લેવાની સિઝન શરૂ થવાની તૈયારમાં છે. ત્યારે સોશિયલ મીડિયામાં એક વીડિયો વાઈરલ થયો છે. એક ખેડૂત ખેતરમાં મશીન દ્વારા મગફળી કાઢી રહ્યો છે. ટ્રેક્ટર પાછળ જોડેલું મશીન એવી રીતે મગફળી કાઢે છે કે મગફળી ચોખ્ખી નીકળે છે. એટલે કે મગફળીમાં કોઈ ધૂળ નથી આવતી, તેમજ આડીઅવળી પણ નથી પડતી, પણ લાઈનમાં એક બાજુ જ પડે છે. નવાઈની વાત એ છે કે એક સાઈડમાં મગફળી પડે છે અને બાજુના ચાસને કોઈ નુકસાન નથી થતું.

  1K વ્યુઝ
 • Truck Loses Control and Crashing into People 01:06
  સમાચાર

  કાબૂ ગુમાવતાં ટ્રકે ત્રણ લોકો અને આઠ વાહનોને ઉલાળ્યાં, એક માણસ ફંગોળાઇને કેનાલમાં પડ્યો

  લોકેશનઃ મહારાષ્ટ્ર ટ્રક ડ્રાઇવરે કન્ટ્રોલ ગુમાવતા થયો ગંભીર અકસ્માત. ટ્રક સ્પીડમાં પલટી ખાઇ જતા એટલો ઘસડાયો કે રોડ સાઇડ ઉભેલા બે અને એક ચાલી રહેલી વ્યક્તિને એડફેટે લીધા. એટલું જ નહીં સાથે સાથે આઠ વ્હીકલને પણે ટ્રકે ફંગોળી કાઢ્યા હતા. આ ઘટનામાં એક વ્યક્તિ ટ્રક સાથે અથડાતા સીધો કેનાલમાં પડ્યો હતો. ઘટના મહારાષ્ટ્રના ચંદ્રપુર શહેરની છે.

  5K વ્યુઝ
 • Man risks his life lying on railway tracks as train speeds over him
This is the moment a young man lies on a railway track while a train speeds over him. 01:18
  સમાચાર

  VIDEO: કેમેરા સેટ કર્યો અને પૂરપાટ આવતી ટ્રેનનો અવાજ સાંભળી પાટા વચ્ચે સૂઈ ગયો યુવાન

  આ 24 વર્ષનો યુવાન રેલવે ટ્રેક પાસે ઊભો રહીને ટ્રેનની રાહ જોઇ રહ્યો છે. અચાનક ટ્રેનનો અવાજ કાને પડતા આ યુવાન રેલવે ટ્રેક ઉપર જઇને સૂઇ જાય છે. જીવના જોખમે ઊંધા માથે આ યુવાન રેલવેના પાટા ઉપર સૂઇ રહે છે. ગણતરીની સેકંડોમાં જ પૂરપાટ ઝડપે આવતી ટ્રેન તેના ઉપરથી પસાર થઇ જાય છે. ટ્રેન પસાર થવા છતાં યુવાનને કોઇ ઇજા પહોંચતી નથી. એટલું જ નહીં આવું ગાંડુ સાહસ કર્યા બાદ આ યુવાન પોતે જાણે કોઇ બહાદૂરીનું કામ કર્યું હોય એમ પોતાના હાથ વડે ચિયરઅપ પણ કરે છે, અને સમગ્ર ઘટના પોતાના મોબાઇલ કેમેરામાં શૂટ કરે છે. યુવાને આ પ્રકારનો સ્ટંટ કરતાં પહેલાં જ મોબાઇલ ત્યાં પડેલા પથ્થરમાં શેટ કર્યો હતો. યુવાનનો આ વીડિયો બિહારના જમાલપુર જિલ્લાનો છે. ચાલતી ટ્રેન આગળ સૂઈ જઈ જીવ જીખમમાં મૂકવો કેટલું યોગ્ય? આ યુવકની મૂર્ખામી છે કે બહાદુરી?

  6K વ્યુઝ
 • Very insulting treating ganesh murti in Ahmedabad at riverfront , bulldozer crushed pratima 00:42
  સમાચાર

  Very insulting treating ganesh murti in Ahmedabad at riverfront , bulldozer crushed pratima

  Very insulting treating ganesh murti in Ahmedabad at riverfront , bulldozer crushed pratima. Ahmdabad #ganesh #riverfront..

 • ganesh statue removal with jcb machine in sabarmati river front by amc in ahmedabad 00:45
  સમાચાર

  વિઘ્નહર્તાની મૂર્તિને AMCના બુલડોઝરે કચડી નાખી, અપમાનજનક કામગીરીનો વીડિયો વાયરલ

  અમદાવાદ: વિઘ્નહર્તા ગણેશની આવી દુર્દશા ક્યારેય જોવા મળી નહી હોય. એલિસબ્રિજ અને સરદાર બ્રિજ વચ્ચે ગણેશજીની મુર્તિઓને એએમસીના બુલડોઝર દ્વારા રીતસર તોડી નાખવામાં આવી છે. ગણેશજીની મૂર્તિઓનો જે રીતે નિકાલ કરાઈ રહ્યો છે તેને જોઈને ગણેશ ભક્તોમાં રોષ વ્યાપી ગયો છે. વીડિયોમાં રીતસર ગણેશજીનું અપમાન થતું હોય તેવું દેખાઇ રહ્યું છે. જેના લીધે અસંખ્ય ગણેશ ભક્તોની લાગણી દુભાઇ રહી છે.

  17K વ્યુઝ
 • safety wall making accident in palanpur 2 labor death 3 save in palanpur 01:00
  સમાચાર

  પાલનપુરમાં પુલની સેફ્ટી વોલ બનાવતાં મિક્સર સાથે 5 મજૂરો દટાયા, 3ને બચાવાયા, 2નાં મોત

  પાલનપુર: બનાસકાંઠાના વડામથક પાલનપુરના મોરવાડા પાસે આવેલી ઉમરદસી નદી પરના પુલની સેફ્ટી વોલના નિર્માણ સમયે દૂર્ઘટના ઘટી હતી. સેફ્ટી વોલના નિર્માણ સમયે મિક્સર સાથે 5 મજૂર દટાયા હતા. જેમાં ભારે જહેમત બાદ 3 મજૂરોને બચાવી લેવામાં આવ્યા હતા. જ્યારે 2 મજૂરોના મોત થયાં હતાં. મોરવાડાની ઉમરદસી નદીના પુલની સેફ્ટી વોલ બનાવવાની કામગીરી ચાલી રહી હતી ત્યારે જમીન ઘસી પડતાં મિક્સર સાથે કામ કરતાં મજૂરો સેફ્ટી વોલના પાયામાં ખાબક્યા હતાં. જેના પગલે આસપાસથી લોકોની દોડી ગયા હતા અને ટોળેટોળા વળ્યાં હતાં.

 • Boy, 5, dangles by his NECK 130ft, People Said It Would Have Been Better if He Fell Down 00:41
  સમાચાર

  ચકડોળમાંથી લપસ્યું 5 વર્ષનું બાળક, માત્ર ગરદનના સહારે 130 ફીટ ઊંચે હવામાં લટકતું રહ્યું

  પૂર્વીય ચીનના તાઇજોના એક પાર્કની આ ઘટના છે જેને જોઈને ભલભલાનું કાળજું કંપી જાય.એક માસૂમ કે જેની ઉંમર અંદાજે પાંચ વર્ષની હશે તે ચકડોળની મજા માણવા માટે અંદર બેઠો હતો. આ ચકડોળ ચાલુ પણ થઈ ગયું હતું બરાબર હવામાં જઈને કોણ જાણે બાળકને શું સૂઝ્યું કે તેને નીચે જોવા માથે બારીમાંથી ડોકિયું કર્યું હતું, બસ પછી ના થવાનું થયું હતું. અચાનક જ બાળકે બેલેન્સ ગુમાવતાં તે સીધો જ બહાર નીકળી ગયો હતો. આખું શરીર તેનું 130 ફીટ ઉપર હવામાં લટકતું રહ્યું હતું. માત્ર ગરદનના સહારે માસૂમને હવામાં જીવન મરણ વચ્ચે તરફડિયાં મારતો જોઈને તેની માતાએ પણ નીચે ચીસાચીસ કરી મૂકી હતી. બાદમાં જો કે તેને બહુ સાવચેતીથી નીચે ઉતારવામાં આવ્યો હતો અને હાલ તેની હાલત પણ સારી છે.

  3K વ્યુઝ
વધુ વીડિયો

અત્યારે ટ્રેન્ડમાં

 1. 96 વર્ષના દાદાએ આપ્યો ડાયબિટીસનો ઈલાજ, ઘૂંટણે આમ માથું ટચ કરશો તો દૂર થશે દર્દ 03:59

  96 વર્ષના દાદાએ આપ્યો ડાયબિટીસનો ઈલાજ, ઘૂંટણે આમ માથું ટચ કરશો તો દૂર થશે દર્દ

 2. જો આપણે ઘરે માટીના ગણેશ બેસાડ્યા હોત તો ભગવાનની આ દશા ન થાત 01:43

  જો આપણે ઘરે માટીના ગણેશ બેસાડ્યા હોત તો ભગવાનની આ દશા ન થાત

 3. વિઘ્નહર્તાની મૂર્તિને AMCના બુલડોઝરે કચડી નાખી, અપમાનજનક કામગીરીનો વીડિયો વાયરલ 00:45

  વિઘ્નહર્તાની મૂર્તિને AMCના બુલડોઝરે કચડી નાખી, અપમાનજનક કામગીરીનો વીડિયો વાયરલ

 4. VIDEO: કેમેરા સેટ કર્યો અને પૂરપાટ આવતી ટ્રેનનો અવાજ સાંભળી પાટા વચ્ચે સૂઈ ગયો યુવાન 01:18

  VIDEO: કેમેરા સેટ કર્યો અને પૂરપાટ આવતી ટ્રેનનો અવાજ સાંભળી પાટા વચ્ચે સૂઈ ગયો યુવાન

 5. ગટર ખોદવા જતાં બે માળનું મકાન પત્તાની જેમ ધસી પડ્યું 00:32

  ગટર ખોદવા જતાં બે માળનું મકાન પત્તાની જેમ ધસી પડ્યું

TOP