સુરતમાં ઘર બહાર પાર્ક કરેલી કારની થયેલી ચોરી સીસીટીવીમાં કેદ

Dec 12,2018 3:56 PM IST

સુરતઃ અમરોલી વિસ્તારમાં કારના ચોરો ફરી સક્રિય થયા છે. ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરતાં છગનભાઈ ભાદાણીની હ્યુન્ડાઈ કંપનીની ક્રેટા કાર (જીજે 05 આરબી 6352)ના કાચ તોડીને ઈલેક્ટ્રીક રિમોટ વડે કારની ચોરી કરવામાં આવી હતી. સમગ્ર ચોરી સીસીટીવીમાં કેદ થઈ હતી જેના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મૂળ સૌરાષ્ટ્રના લાઠિ નજીકના શેખ પીપળીયાના વતની છગનભાઈએ જણાવ્યું હતું કે, તે દિવસે અમે જંબુસરથી 11 વાગ્યે લગ્નમાંથી ઘરે પરત આવ્યાં હતાં. રોજ તેઓ પોતાના ઘરના પાર્કિંગમાં કાર પાર્ક કરતાં પરંતુ તે દિવસે શેરીમાં લગ્ન હોવાથી કારને રોડ પર જ પાર્ક કરી હતી.