લોકસભા ચૂંટણી 2019 / ‘ચોકીદાર ચોર છે’ નિવેદન મુદ્દે રાહુલની મુશ્કેલી વધી

Apr 23,2019 6:29 PM IST

ચોકીદાર ચોર વાળા નિવેદન અંગે રાહુલ ગાંધીએ અફસોસ વ્યક્ત કર્યો હોવા છતા તેમની મુશ્કેલી ઓછી થઈ નથી. મંગળવારે સુપ્રીમ કોર્ટમાં રાહુલ ગાંધીની વિરુદ્ધમાં અવમાનના કેસ અંગે સુનાવણી થઈ હતી. આ દરમિયાન ભારતીય જનતા પાર્ટીના સાંસદ મીનાક્ષી લેખીના વકીલ મુકુલ રોહતગીએ જણાવ્યું કે, રાહુલ ગાંધીએ તેમના આ નિવેદન અંગે અફસોસ વ્યક્ત કર્યો છે, પરંતુ માફી માગી નથી. સુનાવણી બાદ કોર્ટે રાહુલ ગાંધીને નોટિસ ફટકારી છે.